નવી દિલ્હીઃ અમેરિકામાં રાહત પેકેજ પર સધાઈ રહેલી સહમતિની અસર આજે શૅર બજાર અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. બે દિવસના ઘટાડા બાદ સ્થાનિક વાયદા બજાર MCX પર સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. આજે પ્રારંભિક કારોબારમાં MCX પર ડિસેમ્બર સોનું વાયદો 0.27 ટકા વધીને 51,047 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો, જ્યારે ચાંદી વાયદો 0.6 ટકા વધીને 63,505 રૂપિયા પ્રતિ કિલગ્રામ પર પહોંચી ગયો. ગત સત્રમાં સોનું 0.45 ટકા ચઢ્યું હતું જ્યારે ચાંદી 1.6 ટકા ઉછળ્યું હતું. (પ્રતીકાત્મક તસવીર)
એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકામાં જો રાહત પેકેજ આવે છે તો આવનારા સત્રમાં ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો આવી શકે છે. જેના કારણે સોના-ચાંદીને સપોર્ટ મળી શકે છે. તેમનું કહેવું છે કે ક્લોઝિંગ બેઝિઝ પર MCX પર સોનામાં 50,550 રૂપિયાનો સપોર્ટ છે અને જો ભાવ 50,800 રૂપિયા ટકેલો રહે છે તો 51,050-51,100 રૂપિયાના ઉપરના લેવલને સ્પર્શી શકે છે. ચાંદીમાં પણ 62,000 રૂપિયાનો સપોર્ટ છે. ચાંદીમાં 63,200 રૂપિયાની ઉપર ટકવાનો ભાવ 64,000-64,500 રૂપિયા ઉપરના લેવલને સ્પર્શી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
આજે ભારતમાં મોંઘું થઈ શકે છે સોનું- આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 0.3 ટકા વધીને 1,912.11 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું, જ્યારે ચાંદી 0.7 ટકા વધીને 24.82 ડૉલર પ્રતિ ઔંસ અને પ્લેટિનમ 0.3 ટકા વધીને 873.89 ડૉલર પર પહોંચી ગયું. તેના કારણે માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક બજારમાં પણ સોનાનો ભાવ વધી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
સોનાનો નવો ભાવ (Gold Price Today, 20th October 2020) – HDFC સિક્યુરિટીઝ મુજબ, દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ મંગળવારે 268 રૂપિયા સુધી ઘટી ગયા હતા. મંગળવારે ભાવ 50,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. બીજી તરફ એક દિવસ પહેલા એટલે કે સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ 51,128 રૂપિયા પર બંધ થયો હતો. (પ્રતીકાત્મક તસવીર)
એક્સપર્ટ્સનું કહેવું છે કે તહેવારોની સીઝન હોવાના કારણે દેશમાં સોના-ચાંદીની હાજર માંગ વધી છે. તેમનું કહેવું છે કે અમેરિકામાં ચૂંટણી પહેલા વધુ રાજકોષીય પ્રોત્સાહન ઉપાયોની અપેક્ષા અને અમેરિકા-ચીનની વચ્ચે તણાવથી ભવિષ્યમાં પણ સોનાના ભાવમાં તેજીનું અનુમાન છે. એક્સપર્સ્થ મુજબ, વિદેશી બજારમાં પણ સોનાના ભાવ ચઢશે અને ત્યાં સોનાનો ભાવ 1950 ડૉલર અને ચાંદીનો ભાવ 26.50 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)