પ્લાનિંગ સારી રીતે કરો તો પીએફના પૈસાથી તમે કરોડપતિ બની શક છો. સારી વાત એ છે કે, તમે તમારી સેલરી સ્લિપની મદદથી જાણી શકો છો કે, 58ની ઉંમરે રિટાયર થવાના સમયે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા પૈસા હશે. આ રીતે તમે એ નક્કી કરી શકો છો કે, રિયાયરમેન્ટ બાદની તમારી જરૂરિયાત મુજબ તમારી પાસે જરૂર પુરતા પૈસા હશે કે નહી. આગળની સ્લાઈડમાં જુઓ 58 વર્ષે કેટલા રૂપિયા હશે તમારા પીએપ એકાઉન્ટમાં.
આવી રીતે કરો ચેક: આા માટે તમે સેલરી સ્લિપમાં જુઓ તમારી બેઝિક સેલરી અને ડીએ એમાઉન્ટ. પીએફ કર્મચારીની બેસિક સેલરી પ્લસ ડીએના 12 ટકા એમાઉન્ટ હોય છે, જે તમારા પીએફ એકાઉન્ટમાં જાય છે. આ સિવાય કંપની પણ બેસિક સેલરી પ્લસ ડીએના 12 ટકા કન્સ્ટ્રીબ્યૂટ કરતી હોય છે. આગળની સ્લલાઈડમાં જોઈએ કેવી રીતે કરવામાં આવે છે ફંડનું ક્લ્ક્યુલેશન.
જો માની લઈએ કે, તમારી સેલરી 10 હજાર રૂપિયા છે, તો 58 વર્ષ બાદ તમારી પાસે લગભગ 1.5 કરોડ રૂપિયા હોઈ શકે છે. હા એના માટે તમારે 25 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરી 58 વર્ષની ઉંમર સુધી નોકરી કરવી પડશે. પીએફ પર વર્તમાન વ્યાજ રેટ 8.65 છે અને તમે તમારી સેલરીમાં વર્ષે 10 ટકાનના વધારાની આશા રાખો તો, આટલા જ રૂપિયાના અંતે તમારી પાસે અંતમાં 1.5 કરોડ રૂપિયા થઈ જશે.