Home » photogallery » બિઝનેસ » બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

Safe Investment Tips: શેરબજાર કરતાં ઓછા જોખમમાં નિયમિત રોકાણ કરીને જો તમે પ્રમાણમાં સારું એવું ફંડ ભેગું કરવા માગો છો તો રિકરિંગ ડિપોઝિટ એક સારો ઓપ્શન છે. જ્યારે જો બજારનું જોખમ ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ ઉઠાવવા માગો છો તો, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એક ખૂબ જ સારો વિકલ્પ છે.

  • 110

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    ભારતના લોકો બચત કરવા માટે ખૂબ જ ફેમસ છે. બચતના મામલે યુવા પેઢી હજુ સુધી આગળ આવી નથી. સેલેરી પેકેજ મોટું હોવા છતાં યુવા પેઢી બચત કરી શકતી નથી અને વગર કામના ખર્ચામાં પૈસા વાપરે છે. અહીં અમે તમને એવા બે વિકલ્પ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેની મદદથી તમે રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકો છો.

    MORE
    GALLERIES

  • 210

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    SBI RD vs SIP: રોકાણ કરવા બાબતે હંમેશા કહેવામાં આવે છે કે, લાંબાગાળાનું રોકાણ કરવું જોઈએ. જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધાર પર રોકાણકાર પાસે લાંબાગાળાના રોકાણ માટે અનેક ઓપ્શન છે. જો તમે માર્કેટના જોખમને ઉઠાવ્યા વગર નિયમિત રોકાણ કરવા માંગો છો, તો બેન્કની રિકરિંગ ડિપોઝીટ એક સૌથી સારો ઓપ્શન છે. જો તમે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ બજારનું જોખમ ઉઠાવવા માંગો છો, તો રોકાણ કરવા માટે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (Systematic Investment Plan, SIP) સૌથી સારો વિકલ્પ છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) 1 વર્ષથી 10 વર્ષની RD પર વાર્ષિક 6.75 ટકા વ્યાજ આપે છે. મ્યુચ્યુઅલ ફંડ SIP (Mutual Fund SIP)ની વાત કરવામાં આવે તો તેમાં બજારનું જોખમ રહે છે, પરંતુ ખૂબ જ સારું રિટર્ન મળે છે. લાંબાગાળાની સ્કીમની SIPમાં વાર્ષિક 12 ટકાનું વ્યાજ મળે છે.

    MORE
    GALLERIES

  • 310

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    SBI RD vs SIP: માસિક 5,000નું રોકાણ કરવામાં આવે તો કેટલો ફાયદો થાય?

    MORE
    GALLERIES

  • 410

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    SBI RD: જે લોકો નિશ્ચિત સમયગાળામાં નિયમિતરૂપે રોકાણ કરવાનું અને ઉચ્ચ વ્યાજદર કમાવવા માંગે છે, તે લોકો માટે રિકરિંગ ડિપોઝીટ એક સારો વિકલ્પ છે. મુદતના અંતે રોકાણકારો ભંડોળની ચૂકવણી કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 510

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    SBI RDમાં ન્યૂનતમ 100 રૂપિયા અને ત્યારબાદ 10 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ કરી શકાય છે. 1 વર્ષથી 2 વર્ષની RD પર SBI રેગ્યુલર ગ્રાહકને વાર્ષિક 6.75 ટકા વ્યાજ આપે છે. જેમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. જો તમે માસિક 5,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 2 વર્ષ બાદ તમને 1,28,758 રૂપિયા મળશે. જેમાં તમારે 1.20 લાખ રૂપિયાનું રોકાણ અને તેના વ્યાજથી 8,758 રૂપિયાની આવક થશે.

    MORE
    GALLERIES

  • 610

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    SIP: SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી સરળ રીત છે. SIPમાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબાગાળામાં વધુ વળતર મળવાની શક્યતા છે. જો તમે બજારનું જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવો છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના વિકલ્પની પસંદગી કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં 100 રૂપિયાની SIPથી રોકાણ શરૂ કરી શકાય છે. લાંબાગાળાની સ્કીમમાં સરેરાશ વાર્ષિક 12 ટકા વ્યાજ મળે છે.

    MORE
    GALLERIES

  • 710

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં માસિક 5,000 રૂપિયાની SIPનું રોકાણ કરો, તો તમને સરેરાશ વાર્ષિક 12 ટકા વ્યાજ મળે છે. 2 વર્ષ બાદ તમને 1,36,216 રૂપિયા મળશે. જેમાં તમારે 1.20 લાખ રૂપિયાનું રોકાણ અને તેના વ્યાજથી 16,216 રૂપિયાની આવક થશે.

    MORE
    GALLERIES

  • 810

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    SBI RD vs SIP: જોખમને સમજો - બેન્કમાં જે પણ રકમ જમા હોય તેના પર 5 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ કવર મળે છે. જેમં ચાલુ ખાતું, ફિક્સ્ડ ડિપોઝીટ અને રિકરિંગ ડિપોઝીટ સહિત તમામ ખાતાઓને કવર કરવામાં આવે છે. ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી તમને આ રકમ આપવામાં આવે. DICGC એ રિઝર્વ બેન્કના પૂર્ણ સ્વામિત્વવાળી કંપની છે. DICGC દેશની બેન્કોને ઈન્શ્યોરન્સ છે. આ એક્ટ હેઠળ બેન્ક ડૂબી જાય અથવા નાદાર જાહેર થાય તો તેવી પરિસ્થિતિમાં 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવતી હતી. આ રકમ વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ભારતમાં જે પણ વિદેશી બેન્કની શાખા છે, તે આ ક્રાઈટેરિયામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 910

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    મ્યુચ્યુઅલ ફંડ SIPની વાત કરવામાં આવે તો, તેમાં જે પણ રોકાણ કરવામાં આવે છે, તે બજારના જોખમને આધિન હોય છે. બજારમાં જે પણ ઉતાર-ચઢાવ આવે છે, તેના કારણે SIPના રિટર્ન પર અસર થાય છે. SIPમાં રોકાણ કરવામાં આવે તેની કોઈ ગેરંટી હોતી નથી. આ કારણોસર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જોખમ ઉઠાવવાની ક્ષમતાનું આકલન કરી લેવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 1010

    બે વર્ષ સુધી દર મહિને આટલા જ રોકવાના અને લાખોનું ફંડ ભેગું થશે, તે પણ નહીવત જોખમે

    નોંધ- અહીંયા જે પણ જાણકારી આપવામાં આવી છે, તે કેલ્યુકેશનના આધાર પર રિટર્નની ગણના કરવામાં આવી છે. રોકાણ કરવા માટે કોઈપણ સલાહ આપવામાં આવતી નથી. મ્યુચ્યુઅલ ફંડમાં જે પણ રોકાણ કરવામાં આવે છે, તે બજારના જોખમને આઘિન હોય છે. રોકાણ કરતા પહેલા આ બાબતે તપાસ કરી લેવી અને નિષ્ણાંતની સલાહ લેવી.

    MORE
    GALLERIES