નવી દિલ્હીઃ ખાનગી સેક્ટરની ફેડરલ બેંકે તેના બચત ખાતા પરના વ્યાજ દરોના વધારી દીધા છે. બેંકની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે, નવા દરો 23 જાન્યુઆરીથી લાગૂ થઈ ગયા છે. બેંક હવે 5 લાખ રૂપિયા સુધીના ઓછા બેલેન્સવાળા બચત ખાતા પર RBIના રેપોરેટથી 3.20 ટકા ઓછા દરે વ્યાજ મળી રહ્યું છે. જ્યારે, ખાનગી બેંકમાં 5 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયાની ઓછી રકમ પર આરબીઆઈના રેપોરેટથી 3.20 ટકા વ્યાજ દર ઉપલબ્ધ છે.<br /><br />
આ પહેલા ફેડરલ બેંકે ગ્રાહકો માટે એક નવા પ્રકારનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. આ કાર્ડનું નામ છે ગ્રુપ ક્રેડિટ શીલ્ડ જેમાં એકસાથે અનેક પ્રકારની સુવિધા મળી રહી છે. સૌથી મોટી સુવિધા ફ્રી લાઈફ ઈન્શ્યોરન્સની છે. જે વ્યક્તિ આ ક્રેડિટ કાર્ડ લેશે તેને 3 લાખ રૂપિયાનું મફત જીવન વીમા કવર મળશે. એટલે કે, ખાતાધારકની મોટ થવા પર તેના નોમિનીને કવરના રૂપમાં 3 લાખ રૂપિયા મળશે. બીજી તરફ ખાસ સુવિધા એ છે કે, ગ્રાહકોને આ કાર્ડ પર 3 લાખ રૂપિયા સુધી ક્રેડિટ લિમિટ મળી રહી છે.