વિશ્વની સૌથી મોટી આઈટી કંપની IBMની હેડ ગિન્ની રોમેટીએ જણાવ્યું કે ભારતમાં લોકોમાં યોગ્ય સ્કિલનો અભાવ છે, તેથી તેમને નોકરી નથી મળી રહી. બીજી તરફ નવા જમાનામાં રોજગારની તકો પણ વધી રહી છે. તેમણે કહ્યું કે ડિગ્રીથી હટીને શિક્ષણ મેળવવું જોઈએ. વિશ્વમાં 180 અબજ ડૉલર ની ડૉમેસ્ટિક સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં 40 લાખ લોકોને સીધો રોજગાર મળે છે.