મધ્યપ્રદેશ (Madhya Pradesh Farmer)ના શાજાપુરનો 38 વર્ષીય દેવેન્દ્ર પરમાર પોતાની કાર, બાઇક અને ટ્રેક્ટર ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલ ખરીદતા નથી. તે પોતાના ખેતરમાં જ સીએનજી (CNG From Cow Dung) બનાવે છે. તેઓ પોતાના ઘરે જ ગાયના છાણમાંથી બાયોગેસ (Biogas Plant) બનાવી તેને સીએનજીમાં ફેરવીને પોતાના તમામ વાહનો ચલાવે છે, ઘર માટે વીજળી પણ બનાવે છે. આ રીતે તેને બહારથી વીજળી અને પેટ્રોલ લેવાની જરૂર પડતી નથી.
છેલ્લા બે વર્ષથી તેઓ પોતાના ખેતરમાં સીએનજી ગેસ બનાવી રહ્યા છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર કહે છે કે, તે છેલ્લા 15 વર્ષથી પશુપાલન કરી રહ્યો છે. પરંતુ જેમ જેમ પશુઓ મોટા થવા લાગ્યા તેમ તેમ છાણ ઉપાડીને ફેંકી દેવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ અને થકવી નાખનારું કામ બની રહેતું હતું. તેથી તેમણે ગુજરાત અને બિહારના કેટલાક ખેડૂતોએ તૈયાર કરે ગાયના છાણમાંથી બાયોગેસ બનાવતા પ્લાન્ટનું મોડેલ જોયું, ત્યારબાદ તેમણે તેમના ખેતરોમાં પણ બાયોગેસ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
શરૂઆતમાં તો તેને પ્લાન્ટ સ્થાપવા પાછળ આટલો બધો ખર્ચ કરવા બદલ અનેક લોકોના મહેણા-ટોણા સાંભળવા પડતા હતા. પરંતુ તે સમયે દેવેન્દ્ર એ સાબિત કરવા માગતા હતા કે આપણે ગાયના છાણનો ઉપયોગ ઘણી રીતે અને ટકાઉ રીતે કરી શકીએ છીએ. આજે તે ગર્વથી કહે છે કે હવે તે માત્ર 20 લાખમાં આ પ્લાન્ટ બીજા માટે બનાવી શકે છે. બાયોગેસના આ પ્લાન્ટથી ખેડૂતો અનેક રીતે આત્મનિર્ભર બની શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
ગાયના છાણમાંથી સીએનજી બનાવ્યા પછી બાકી રહેલા સૂકા છાણમાંથી ખાતર પણ બનાવે છે. આ રીતે તે દૂધ અને ખાતર વેચીને સારો એવો નફો કરી રહ્યા છે. સાથે જ તેઓ પોતાની વીજળીની જરૂરિયાત માટે આત્મનિર્ભર પણ બન્યા છે. એક નાનકડા ગામમાં રહીને દેવેન્દ્ર જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. (પ્રતિકાત્મક તસવીર)