

નવી દિલ્હીઃ દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ (petrol price) સેન્ચ્યુરી પર પહોંચી ગયા છે. એવામાં રાજધાની સહિત એન.સી.આરમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લીટર કરતા પણ વધારે પહોંચી ગયો છે. આ સાથે જ દિલ્લી જેવા મોટા ભાગના શહેરોમાં પ્રદુષણની સમસ્યા વિકરાળ રૂપ લઇ રહી છે. એવામાં ઈલેક્ટ્રીક કાર (electric cars) પર લોકો વધારે વિશ્વાસ કરી રહ્યા છે. મહત્વનું છે કેન્દ્ર સરકાર (central Government) અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક કારો પર સબસીડી (Subsidy for electric cars) આપી રહી છે. મોટા ભાગના શહેરોમાં સરકારે રજીસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાંથી મુક્તિ આપી છે. મહત્વનું છે કે ઇલેક્ટ્રીક કારથી પ્રદુષણ થતુ નથી. એવામાં જો તમે ઇલેક્ટ્રીક કાર લેવાનું વિચારી રહ્યા છો તો જુઓ દેશની સૌથી જોરદાર ઇલેક્ટ્રીક કાર વિશે સંપૂર્ણ માહિતી


TATA Nexon EV : નેક્શન ઇવી દેશમાં સૌથી વાધારે વેચાવનારી કાર છે. આ કારને ગ્લોબલ NCAPકાર ક્રેશ રેટીંગમાં 4 સ્ટાર પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. આવામાં આ કારને સૌથી સેફ કાર પણ કહેવામાં આવે છે. આ કારની કિંમતોની વાત કરીએ તો આ કારની શરૂઆતની કિંમત 13 લાખ 99 હજાર છે અને તેના ટોપ વેરીઅન્ટની કિંમત 15 લાખ 99 હજાર રૂપિયા છે.


MG ZS EV : MG મોટર કંપની તેની પ્રથમ ઈલેક્ટ્રીક એસયુવી ZS EV લોન્ચ કરી છે. આ એસયુવીમાં કંપનીએ 44.5kwhની બેટરી લગાવી છે જે 143psનો પાવર અને 353Nmનો ટૉક જનરેટ થાય છે. આ કાર સિંગલ ચાર્જમાં 419 કિમી સુધી ચાલી શકે છે. અને તે માત્ર 8.5 સેકન્ડમાં 0 થી 100 ની સ્પિડ પર પહોંચી શકે છે. આ ઈલેક્ટ્રીક કારની કિંમત 21 લાખ રૂપિયા છે.


Hyundai Kona Electric : હ્યુન્ડાઇએ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રીક કાર Kona Electricને લોન્ચ કરી છે. આ કારમાં કંપનીએ 39.9Kwhની બેટરી લગાવી છે જે એક વાર ચાર્જ કરવા પર 452 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કારની કિંમત 23 લાખ 71 હજાર રૂપિયા છે. આ કાર 54 મીનિટમાં 80 ટકા ચાર્જ થઇ જાય છે.


Mercedes-Benz EQC : મર્સિડીઝ-બેંઝની EQC પહેલી ઈલેક્ટ્રીક કાર છે. આ કારમાં કંપનીએ 80 khw લીથિયમ આયનની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર સીંગલ ચાર્જમાં 450 કિમીની રેન્જ આપે છે, આ કારને નોર્મલી ઘરે ચાર્જ કરી શકાય છે જમાં 10 કલાકનો સમય લાગે છે. જ્યારે ફાસ્ટ કારની મદદથી આ કારને 90 મીનીટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. આ કાર માત્ર 5 સેકન્ડમાં 100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.