નવી દિલ્હીઃ વ્યસ્ત જીવનમાં 9થી 5 વાગ્યાની નોકરીથી મોટાભાગના લોકો પરેશાન થઈ જાય છે અને પોતાનો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારતા રહે છે. જો તમે પણ તે લોકોમાંથી છો અને નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસ ક્યારેય ફેલ નહિ જાય અને આમાં એટલો નપો થશો કે તમે નોટ ગણતા ગણતા થાકી જશો.
કેવી રીતે કરવી શરૂઆત? - બનાના ચિપ્સનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે સૌથી પહેલા કેટલીક મશીનો ખરીદવી પડશે. જાણકારી અનુસાર, કેળાની ચિપ્સ બનાવવા માટે ધણી મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેળા ધોવા અને છોલવાની મશી, કટિંગ કરવાની મશીન, ફ્રાય કરવાની મશીન અને મસાલા મિક્સ કરવાની મશીનનો સમાવેશ થાય છે. આ મશીનો તમને માર્કેટ કે ઓનલાઈન મળી જશે. આ માટે તમારે લગભગ 30થી 50 હજાર સુધી ખર્ચ કરવો પડશે.
50 કિલો ચિપ્સ બનાવવા માટે તમારે 120 કેળાની જરૂર પડશે. જેની માર્કેટમાં લગભગ 1,000 જેટલી કિંમત છે. ચિપ્સને ફ્રાય કરવા માટે તમારે 15 લિટર તેલની પણ જરૂર પડશે. જેની માર્કેટ કિંમત 2500 રૂપિયા જેટલી હશે. મશીનને ચલાવવા માટે તમારે ડીઝલ કે વીજળીની જરૂર પડશે. સાથે જ તમારે તેના પર છાંટવા માટે મસાલાની પણ જરૂર પડશે, જે તમને 200 રૂપિયા સુધીમાં મળી જશે.
આટલી કમાણી થશે - ઉપર જણાવ્યા મુજબ, પેકેજિંગ ખર્ચ મળીને તમને કુલ 1 કિલો ચિપ્સના પેકેટમાં 70 રૂપિયાનો ખર્ચ આવશે. આ રીતે 50 કિલો ચિપ્સ બનાવવા માટે તમારે 3500 રૂપિયા ખર્ચ કરવા પડશે. જ્યારે તેને જથ્થાબંધ ભાવમાં વેચતા સરળતાથી 100થી 120 રૂપિયા પ્રતિ કિલો કમાણી થઈ શકે છે. આ રીતે તમને 1 પેકેટ પર 20 રૂપિયા જેટલો નફો મળે છે, તો તમે એક દિવસમાં સરળતાતી 1 હજાર રૂપિયા કમાઈ શકો છો. તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ વેચાણ કરી શકો છો.