દેશમાં હજુ સુધી તમે મેગાસ્ટ્રિપ, અને ઈવીએમ ચિપ વાળા કાર્ડ વાપર્યા હશે, હવે એક બેન્કે બેટરીથી સંચાલિત ક્રેડિટ કાર્ડ તૈયાર કર્યુ છે. પ્રાઇવેટ સેક્ટરની ઇન્ડ્સઇન્ડ બેન્ક દ્વારા અનોખું ક્રેડિટ કાર્ડ તૈયાર કરાયું છે, આ કાર્ડમાં એક બટન છે. બટનનો ઉપયોગ કરી ગ્રાહકો સ્વાઇપ મશીન, પૉઇન્ટ ઑફ સેલ, વગેરેને પસંદ કરી શકે છે. તમે આપેલા ઑપ્શનમાંથી એક પસંદ કરી અને રિવાર્ડ પોઇન્ટ પણ મેળવી શકો છે.