છાણની ઈંટનો બિઝનેસઃ છાણથી જે પણ ઈંટ બનેલ હોય છે, તે તાપ નિયંત્રક અને હળવી હોય છે તથા રેડિએશન ઓછું કરે છે અને ઈકોફ્રેંડલી પણ છે. આ એક યૂનિક બિઝનેસ છે, જેનથી તમે અનિયમિત કમાણી કરી શકો છો. આ બિઝનેસની એક ખાસિયત છે કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નતી. છાણમાં જિપ્સન, ચૂનો, ફ્લાઈએશ, સાઈટ્રિક એસિડને ઈંટ બનાવવાના ફોર્મ્યુલા અનુસાર નિશ્ચિત માત્રામાં મિશ્ર કરીને ઈંટ બનાવવામાં આવે છે. જે લોકો ઈંટ બનાવવાના મશીનનું વેચાણ કરે છે તેઓ તાલીમ પણ આપે છે. આ ઈંટ માર્કેટમાં 4થી 5 રૂપિયામં વેચાય છે.
છાણના ખાતરનો બિઝનેસઃ ગોબરનું ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે તથા ઈકોફ્રેન્ડલી પણ છે. ગોબરના ખાતરથી જે પણ છોડ અને પાક તૈયાર થાય છે, આરોગ્ય માટે લાભકારક છે તથા અનેક બિમારીઓ સામે રક્ષણ પણ આપે છે. ગોબરના ખાતરની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. ગોબરના ખાતરને ખેડૂતોની સાથે સાથે નર્સરીમાં તુલસી, એલોવેરા અને સતાવર જેવા ઔષધિના છોડની ખેતી કરનાર લોકોને પણ વેચી શકાય છે. ગોબરનું એક કિલો ખાતર 10 રૂપિયામાં વેચીને સારી આવક મેળવી શકાય છે.
છાણથી વર્મી કંપોસ્ટઃ છાણને છાંયાવાળી જગ્યાએ 2-3 ફૂટ ઉંચી ટાંકીમાં અથવા તમારી જરૂરિયાત અનુસાર ઊંડો અને લાંબો ખાડો ખોદી લો. તેમાં ગોબર નાંખીને થોડા અળસિયા નાંખીને શણની થેલીથી ઢાંકી લેવામાં આવે છે. થોડા થોડા સમયના અંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને 2 મહિનામાં જ અળસિયા ગોબરને વર્મી કંપોસ્ટમાં પરિવર્તિત કરી દે છે. એક કિલો વર્મી કંપોસ્ટને 8થી 10 રૂપિયામાં વેચી શકાય છે.
છાણના છાણાંઃ દાળ, રોટલી, દૂધ, ધી અને પ્રસાદીને ગેસની જગ્યાએ ગોબરના છાણાં ઉપર બનાવવાથી ગુણવત્તામાં કોઈ પ્રકારની ઊણપ રહેતી નથી. ઉપરાંત ધાર્મિક સ્થળો અને અંતિમ સંસ્કારમાં ગોબરના છાણાંનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. ગોબરના છાણાંનો બિઝનેસ ખૂબ જ જૂનો છે અને ગોબરના છાણાં બન્યા બાદ અને તેને વેચવા માટે કોઈપણ પ્રકારની મહેનતની જરૂર રહેતી નથી. ગ્રાહક જાતે જ પોતાની જરૂરિયાત અનુસાર વેચાણકર્તા પાસે આવે છે. જો તમે આ છાણાંની વધુ કિંમત મેળવવા માંગો છો, તો આ ગોબરના 10-12 છાણાં 50 રૂપિયામાં વેચવામાં આવે છે. આ છાણાં બનાવવા મટે પરફેક્ટ શેપ અથવા ફિનિશિંગ આપવા માટે સાંચાનો ઉપયોગ કરી શકો છો. છાણાં બનાવ્યા બાદ તડકામાં એક અઠવાડિયા સુધી સૂકવવાથી છાણાં તૈયાર થઈ જાય છે.
સામ્બ્રાની ધૂપબત્તીનો બિઝનેસઃ માર્કેટમાં છાણથી બનેલ સામ્બ્રાની ધૂપબત્તીનો ખૂબ જ માંગ છે. આ ધૂપબત્તી ગોબરથી બનેલ હોવાને કારણે તેની ખૂબ જ માંગ છે. ભારતમાં ધાર્મિક આસ્થાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. મંદિરો, ધાર્મિક સ્થળ, પૂજા સ્થળમાં આ ધૂપબત્તીનું વિશેષ મહત્ત્વ છે. વધુ માત્રામાં આ ધૂપબત્તીનું ઉત્પાદન કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
વૈદિક પ્લાસ્ટરનો બિઝનેસઃ જયપુરમાં રોહતકથી ભારત કોલોનીના ડો. શિવદર્શનના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ અને વિજ્ઞાનનો મેળ કરીને વૈદિક પ્લાસ્ટર બનાવવામાં આવે છે. ગાયના ગોબરથી આ પ્લાસ્ટર બનાવવામાં આવે છે. ગરમીના દિવસોમાં આ વૈદિક પ્લાસ્ટર 8થી 10 ડિગ્રી ઓછી કરે છે. ઠંડીમાં આ પ્લાસ્ટર 8થી 10 ડિગ્રી વધારી પણ દે છે.
વૈદિક પ્લાસ્ટર બનાવવાની પ્રોસેસમાં 10 ટકા છાણ, 70 ટકા જિપ્સમ, 15 ટકા રેતી, 5 ટકા ગ્વારગમ અને લીંબુના રસથી આ પાઉડર બનાવવામાં આવે છે. વૈદિક પ્લાસ્ટરના સેલિંગની વાત કરવામાં આવે તો પ્રતિ વર્ગ ફૂટે 30 રૂપિયાના દરે માર્કેટમાં વેચવામાં આવે છે. માર્કેટમાં આ પ્લાસ્ટરની વધુ ડિમાન્ડ છે. વૈદિક પ્લાસ્ટરનો બિઝનેસ એ ખૂબ જ યૂનિક આઈડિયા છે. તમે પણ આ બિઝનેસ કરીને સારો નફો કમાઈ શકો છો.
મચ્છર કોઈલનો બિઝનેસઃ કેમિકલયુક્ત કોઈલના કારણે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા થાય છે. છાણથી બનેલ કઈલ 100 ટકા હર્બલ હોવાને કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. છાણમાં કપૂર અને લીમડાંને તેલ મિશ્ર કરીને ગોબર કોઈલ બનાવવામાં આવે છે. આ કોઈલ કેમિકલયુક્ત કોઈલ કરતા ઓછી કિંમતમાં વેચીને તમે વધુ નફો કમાઈ શકો છો.