નવી દિલ્હીઃ જો તમે જાણતા હોવ કે તમે કેટલું રોકાણ (Invest Money) કરવા માંગો છો, તો તમે ઉપલબ્ધ એવા રોકાણ વિકલ્પો (Investment Options) તરફ ધ્યાન આપી શકો છો, જે તમને સારા રીટર્નનો લાભ (Benefits of Good Return) અને એક કોર્પસ બનાવવામાં મદદ કરે છે, સાથે જ કર બચાવવા (Tax Saving)માં પણ મદદ કરે છે. જોકે ટેક્સ-સેવિંગના ઘણા વિકલ્પો (Income Tax Saving Options) છે, પરંતુ છેલ્લી ઘડીએ ટેક્સ સેવિંગ રોકાણો માટે અહીં અમુક બેસ્ટ વિકલ્પો છે. તો ચાલો જોઇએ.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ - આ કન્ઝર્વેટિવ રોકાણકારો માટે સૌથી યોગ્ય છે, જેઓ કાયદાની કલમ 80 સી હેઠળ ટેક્સ પર બચત કરવા ઉપરાંત લાંબા ગાળે કેટલાક નાણાં એકઠા કરવા માંગે છે. બજાર સાથે સંકળાયેલા રોકાણોથી વિપરીત આ બોન્ડ સાધનો વ્યાજ અને મૂડી પ્રોટેક્શન બંનેની ખાતરી આપે છે. આ સર્ટિફિકેટ્સ વાર્ષિક નિશ્ચિત વ્યાજ મેળવે છે, જેની દર ત્રિમાસિક ગાળામાં સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે, જાન્યુઆરીથી માર્ચ 2023 ના સમયગાળા માટે એનએસસીનો વ્યાજ દર 7 ટકા છે. તમે ન્યૂનત્તમ રૂ. 100નું અને મહત્તમ ગમે તેટલું રોકાણ કરી શકો છો.NSC હેઠળ સિંગલ એકાઉન્ટ ઉપરાંત જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસમાં મિનિમમ 1,000 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. આમાં રોકાણની કોઈ મર્યાદા નથી. અહીં રોકાણ પર ઈનકમ ટેક્સના સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટ મળે છે.
હેલ્થ ઈન્શ્યોરન્સ - હેલ્થ ઈન્શ્યોરન્સની ખરીદી પર કલમ 80D હેઠળ પ્રીમિયમ પર રૂ. 100,000 સુધીની મુક્તિ મળે છે. તમારા કે તમારા પરિવાર માટે ખરીદેલા આરોગ્ય વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર રૂ. 50,000 સુધીની અને સિનિયર સિટિઝન માતાપિતા માટે ખરીદેલી હેલ્થ પૉલિસીના પ્રીમિયમ પર રૂ. 50,000 સુધીની કર મુક્તિ માંગી શકો છો.
નેશનલ પેન્શન સ્કિમ - એનપીએસનો હેતુ નાગરિકોમાં નિવૃત્તિ માટે બચત કરવાની ટેવ લાવવાનો છે. દરેક ભારતીય નાગરિકને પૂરતી નિવૃત્તિની આવક પૂરી પાડવાની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવાનો આ પ્રયાસ છે. આવકવેરા કાયદાની કલમ 80સીસીડી એનપીએસમાં ફાળો આપનારા લોકોને ઉપલબ્ધ કપાતનો લાભ મળે છે. આમ, આ યોજના હેઠળ રૂ.50,000ની વધારાની કર કપાતને મંજૂરી મળે છે.