મ્યુચ્યુઅલ ફંડ્સે (Mutual Funds) અત્યાર સુધીમાં કેફિન ટેક્નોલોજીસ (KFin Technologies), સુલા વાઇનયાર્ડ્સ (Sula Vineyards), એલિન ઇલેક્ટ્રોનિક્સ (Elin Electronics) અને લેન્ડમાર્ક કાર્સ (Landmark Cars)માં 850 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જણાવી દઇએ કે, આ શેરોનું લિસ્ટિંગ (Share Listing) ડિસેમ્બર 2022માં થયું છે.
પ્રાઇમ ડેટાબેઝના આંકડાઓ અનુસાર, કેફિન ટેક્નોલોજીસ મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds)માં સૌથી લોકપ્રિય સ્ટોક રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સને ગત મહીને 438 કરોડ રૂપિયામાં કંપનીની કુલ શેર મૂડીના 7.59 ટકા ભાગીદારી ખરીદી હતી. જે ગત મહીને શેર બજારમાં લિસ્ટ થયેલ નવી કંપનીઓમાં તેમના દ્વારા કરવામાં આવેલ ખરીદીથી લગભગ અડધી હતી. એક્સિ મ્યુચ્યુઅલ ફંડ, મિરાએ એસેટ, મોતીલાલ ઓસવાલ, નિપ્પોન ઇન્ડિયા અને એડલવાઇસ તે ફંડ્સમાં સામેલ હતા, જેણે કેફિન ટેક્નોલોજીસમાં ભાગીદારી ખરીદી હતી.
મ્યુચ્યુઅલ ફંડની પસંદના દ્રષ્ટિકોણથી જોઇએ તો ભારતની સૌથી મોટી વાઇનમેકર સુલા વાઇનયાર્ડ બીજા નંબરે રહી છે. મ્યુચ્યુઅલ ફંડ્સે 153 કરોડ રૂપિયામાં અત્યાર સુધી આ સ્ટોકમાં 5.48 ટકા શેર મૂડી ખરીદી છે. ડિસેમ્બરમાં આ સ્ટોકમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરા સન લાઇફ અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ખરીદી કરી છે.
એલિન ઇલેક્ટ્રોનિક્સ અને લેન્ડમાર્ક કાર્સમાં પણ ડિસેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સારી એવી ખરીદી જોવા મળી છે. આ સમયગાળામાં એલિન ઇલેક્ટ્રોનિક્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સે 142 કરોડ રૂપિયાના રોકાણથી 12.55 ટકા ભાગીદારી ખરીદી છે. આ સમયગાળા દરમિયાન આ સ્ટોકમાં SBI, PGIM. કોટક મહિન્દ્રા અને આદિત્ય બિરલા સન લાઇફ તરફથી ખરીદી કરવામાં આવી છે.
અન્ય આંકાડાઓ પર નજર કરીએ તો ડિસેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સે ત્રીજા ક્વાર્ટરના પરીણામો પહેલા એચડીએફસી, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારૂતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેંક અને હિન્દુસ્તાન યુનિલિવર જેવા લાર્જકેપ શેરોમાં પોતાની ભાગીદારી સૌથી વધુ વધારી છે. તો બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઇઝ, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજીસ અને આઇસીઆઇસીઆઇ બેંકમાં સૌથી વધુ ભાગીદારી ઘટાડી છે.