વર્ષો સુધી ખરાબ પ્રદર્શન કર્યા બાદ વેલ્યૂ ફંડ ફરીથી સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષોમાં આ વેલ્યૂ ફંડનું પ્રદર્શન ખૂબ જ અસરકારક રહ્યું છે. આ વેલ્યૂ ફંડ છેલ્લા એક વર્ષમાં સરેરાશ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને ફ્લેક્સી કેપ ફંડને પછાડીને આગળ વધી ગયા છે. વેલ્યૂ ફંડ મેનેજર એ ત્રણ શેરની પસંદગી કરે છે, જે આંતરિક અથવા બુક વેલ્યૂ પર કારોબાર કરી રહ્યા હોય. આ વેલ્યૂ ફંડને ઓળખાળ માટે સ્ટોકનો પ્રાઈસ ટુ અર્નિંગ (P/E) રેશિયો અથવા પ્રાઈસ ટુ બુક (P/B) રેશિયોને જુએ છે.
આ અંગે ભોપાલ સ્થિત મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પિયૂષ પાંડેએ જાણકારી આપી છે. તેઓ જણાવે છે કે, વેલ્યૂ સ્ટોક ધીમી ગતિએ વૃદ્ધિનું પ્રદર્શન કરે છે. આ સ્ટોકના મૂલ્યને અનલોક થવા માટે લાંબા સમયગાળા સુધી રાહ જોવી પડે છે. વેલ્યૂ સ્ટ્રેટેજી પણ સાયક્લિકલ નેચરમાં જોવા મળે છે. વ્યાજદર વધે તે દરમિયાન આ વેલ્યૂ સ્ટોક ગ્રોથ અને મોમેન્ટ્મ સ્ટ્રેટેજી કરતા સારું પ્રદર્શન કરે છે. જે સમયે અર્થવ્યવસ્થા સારી ચાલતી હોય તે સમયે પણ આ વેલ્યૂ સ્ટોક સારું પ્રદર્શન કરે છે. આ 19 વેલ્યૂ ફોક્સ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં મિડ કેપ અ સ્મોલ કેપ સ્ટોક પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. આ તમામ માહિતી 30 નવેમ્બર, 2022 સુધીની છે. અંડર વેલ્યૂ સ્ટોકની કિંમત વધવામાં સમય લાગી શકે છે. રોકાણકારોએ વધુમાં વધુ લાભ મેળવવા માટે વેલ્યૂ ફંડમાં 5થી 7 વર્ષ માટે રોકાણકરવું જોઈએ. માત્ર SIPની મદદથી વેલ્યૂ ફંડમાં રોકાણ કરવું જોઈએ. સોર્સ: ACEMF