

દેશભરમાં ઈલેક્ટ્રીક સ્કૂટર્સની ધીમે-ધીમે માંગમાં વધારો થઈ રહ્યો છે. અને કેમ ના થાય, ઈલેક્ટ્રીક સ્કૂટર દરેક વ્યક્તિના ખર્ચમાં ઘટાડો કરી શકે છે. કારણ કે, આ પેટ્રોલના ખર્ચ કરતા ખુબ સસ્તુ પડે છે. સાથે દેશમાં પ્રદૂષણ ઘટાડવામાં પણ સહાયક બની શકે છે. સરકાર પણ ઈલેક્ટ્રીક વાહન લોકો વધુમાં વધુ ખરીદે માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારે જોઈએ આજે પાંચ ઈલેક્ટ્રીક સ્કૂટ વિશે અને તેમની કિંમત વિશે.


Ather 450X : એથર એનર્જિ સ્ટાર્ટઅપ હેઠળ સ્કૂટર બનાવનાર કંપની છે. આ કંપની ઝડપથી દેશમાં આગળ વધી રહી છે, હાલમાં તેના ઈલેક્ટ્રીક સ્કૂટર દક્ષિણ ભારતના બેંગ્લોરમાં અને ચેન્નાઈમાં જ ઉપલબ્ધ છે. પરંતુ, કંપની ટુંક સમયમાં જ દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટા શહેરોમાં પોતાની ડિલરશીપ આપવાની છે. આ ઈલેક્ટ્રીક સ્કૂટરને એકવાર ચાર્જ કરવા પર તમે 107 કિમી સુધી ચાલી શકશો.


Hero Optima : હિરો ઇલેક્ટ્રિક Optima સ્કૂટર ભારતીય બજારમાં લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને માર્કેટમાં ત્રણ કલરમાં લોન્ચ કર્યું છે. સંપૂર્ણ ચાર્જ કરવામાં 8 થી 10 કલાકનો સમય લાગે છે. એકવાર ચાર્જ થયા પછી, આ ઇલેક્ટ્રિક સ્કૂટર 50 કિ.મી. સુધીનું અંતર કાપે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર તમે 41 હજાર 770 રૂપિયામાં ખરીદી શકો છો.


Okinawa Ridge : ઇલેક્ટ્રિક સ્કૂટર્સની શ્રેણીમાં આ પણ એક સારો વિકલ્પ છે. ઓકિનાવા કંપની દ્વારા રજૂ કરાયેલું આ પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તેની સ્પીડ પ્રતિ કલાક 60 કિ.મી. છે. બજારમાં તેની કિંમત 44,990 રૂપિયા છે.


Bajaj Chetak : બજાજે આ વર્ષની શરૂઆતમાં તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતક લોન્ચ કર્યું હતું. કંપનીએ આ સ્કૂટરને રેટ્રો લુક આપ્યો છે, હાલમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર દેશના પસંદગીના શહેરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સ્કૂટર એક વાર ચાર્જ કરવા પર 95 કિમી સુધીની ચાલી શકે છે. આ સ્કૂટરની કિંમત એક લાખ રૂપિયા છે.