ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી HPCL, BPCL અને IOC જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ફાયદો થશે. ક્રૂડવી કિંમતોમાં ઘટાડાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને અન્ડરરિકવરી ઘટાડવામાં મદદ મળશે. એમઆરપીએલ, એસ્સાર ઓઈલ, ચેન્નઈ પેટ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મનાલી પેટ્રોલ જેવી ઓઈલ એન્ડ ગેસ કંપનીઓને પણ ફાયદો થશે, કારણ કે, ક્રૂડ આ કંપનીઓ માટે કાચા માલને ઓછો કરે છે. ઓએનજીસી, ગેલ અને ઓઈલ ઈન્ડિયા જેવી અપસ્ટ્રીમ કંપનીઓને પણ ફાયદો થશ, કારણ કે, આ કંપનીઓ પર સબસિડીનો બોજો ઓછો થશે.