નોકરીની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા વિચાર પગારનો આવે છે. દરેક વ્યક્તિ ત્યાં જ નોકરી કરવા ઈચ્છે છે, જેમાં સારી સેલરી મળતી હોય. જોકે, સમયની સાથે લોકોના આ વિચારમાં પણ ફેરફાર જોવા મળે છે. હવે લોકો એવી નોકરી પસંદ કરે છે, જેમાં સારી સેલરીની સાથે સારી સુવિધા મળતી હોય. આવો જાણીએ એવી કેટલીક કંપનીઓ વિશે જે કર્મચારીઓને કેવી સુવિધા પણ આપે છે.
દુનિયાભરમાં ગૂગલને તેના કામ માટે ઓળખવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, ગૂગલ પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓનું પણ ખુબ ધ્યાન રાખે છે. ગૂગલ દર રોજ પોતાના કર્મચારીઓને ફ્રીમાં ખાવાનું આપે છે. એટલું જ નહી, જો ગૂગલમાં કામ કરતા કોઈ કર્મચારીનું મૃત્યું થઈ જાય તો કંપની તેની પત્ની અથવા પતિને 10 વર્ષ સુધી મૃતક કર્મચારીની સેલરીના 50 ટકા રકમ 10 વર્ષ સુધી આપે છે.