નવી દિલ્હીઃ નવું નાણાકીય વર્ષ શરૂ થવામાં હવે વધારે સમય બાકી નથી. 2 મહિના પછી આપણે નાણાકીય વર્ષ 2023-24માં પ્રવેશ કરીશું. ત્યારે લોકો ફરી એકવાર ટેક્સ પ્લાનિંગ અને નાણાકીય નિર્ણયો વિશે વિચારવાનું શરૂ કરશે. જો કે, તે પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં પણ કેટલાક આવા ફેરફાર જઈ રહ્યા છે, જેની સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડી શકે છે. સાથે જ આ વચ્ચે આરબીઆઈની એમપીસી બેઠક પણ થશે. જ્યાં નીતિગર દરોમાં ફેરફારની અસર તમારા પર્સનલ ફાઈનાન્સ પર દેખાશે. આ બાબતોને લઈને તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. આગામી મહિનામાં 5 એવા બદલાવ થવા જઈ રહ્યા છે, જેના પર મોટાભાગના લોકોએ નજર રાખવી જરૂરી છે. આવો જાણીએ કયા બદલાવ થશે.
<br />MPCની બેઠક - 8 ફેબ્રુઆરીએ આરબીઆીની મોનેટરી પોલિટી કમિટીની બેઠકનો નિર્ણય આવશે. આમાં શક્ય છે કે, નીતિગત દરોમાં 25-35 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે, ગત વર્ષે એમપીસીએ નીતિગત દરોમાં 225 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો. 100 બેસિસ પોઈન્ટનો અર્થ 1 ટકા થાય છે. હજુ એક વધારા પછી લોન મોંઘી થઈ જશે.
<br />કેનરા બેંક સર્વિસ ચાર્જ - 13 ફેબ્રુઆરીથી કેનરા બેંક તેના ડેબિટ કાર્ડના ઉપયોગ પર સર્વિસ ફી વધારી દેશે. ક્લાસિક ડેબિટ કાર્ડ માટે વાર્ષિક ફી 125 રૂપિયાથી વધારીને 200 રૂપિયા થઈ જશે. પ્લેટિનમ ડેબિટ કાર્ડ માટે આ 500 રૂપિયા અને બિઝનેસ ડેબિટ કાર્ડ માટે 300 રૂપિયા થઈ જશે. કાર્ડ રિપ્લેસમેન્ટ માટે ફી 50 રૂપિયાથી વધીને 150 રૂપિયા કરી દેવામાં આવી છે.
HDFC રિવોર્ડ રિડેમ્પશન - એચડીએફસી બેંકે તેના મિલેનિયા ડેબિટ કાર્ડ માટે રિવોર્ડ રિડેમ્પશનની શરતોને બદલી દીધી છે. આ ફેરફાર 1 ફેબ્રુઆરીથી લાગૂ થઈ જશે. ગ્રાહકે હવે પ્રોડક્ટની કિંમતના 70 ટકા રિડિમ કરી શકે છે અને બાકી રકમની ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવાની રહેશે. કેશબેક માટે તમે દર મહિને માત્ર 3000 રિવોર્ડ પોઈન્ટને રિડીમ કરી શકશો.