જ્યારે નાણાંકીય આયોજન (financial planning)ની વાત આવે ત્યારે ટેક્સ ઓપ્ટિમાઇઝેશન (Tax optimization) હંમેશાં તમારે ધ્યાનમાં લેવું જોઈએ, જોકે, તે માત્ર નાણાંકીય વર્ષના અંતમાં પૂર્ણ કરવાનું એક માત્ર કાર્ય ન હોવું જોઇએ. જો તમે તમારા ટેક્સ પ્લાનિંગ (Tax Planning)થી શરૂઆત ન કરી હોય તો અત્યારે જ પ્લાનિંગ શરૂ કરી દો. તમારા નાણાંકીય લક્ષ્યો (Financial Goals)ને ધ્યાનમાં રાખીને સમજી વિચારીને રોકાણ કરો. જોખમ-વિરોધી રોકાણકારો અને નીચા ટેક્સ બ્રેકેટમાં રહેલા લોકો ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ્સ (Tax Saving FDs) પર ધ્યાન આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા વર્ષ 2022માં સતત પાંચ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યા બાદ અનેક બેંકોએ ટેક્સ સેવિંગ એફડી પર વ્યાજ દર વધાર્યા છે. બેન્કબજાર દ્વારા સંકલિત ડેટા દર્શાવે છે કે, સ્મોલ ફાઇનાન્સ બેન્કો અને નાની અને નવી ખાનગી ક્ષેત્રની બેન્કો હવે ટેક્સ-સેવિંગ એફડી પર 7.60 ટકા સુધીના દરો ઓફર કરે છે.
સંબંધિત બેંકોની વેબસાઇટ પરથી 17 જાન્યુઆરી, 2023 સુધીમાં ડેટા સંકલિત કરવામાં આવ્યો છે. બેંક બજારમાં માત્ર તે જ વિદેશી, ખાનગી, સ્મોલ ફાઇનાન્સ અને જાહેર ક્ષેત્રની બેંકોની એફડી છે જે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ છે. બેંકો જેના માટે તેમની સંબંધિત વેબસાઇટ્સ પર ડેટા ઉપલબ્ધ નથી, તે ધ્યાનમાં લેવામાં આવી ન હતી. આ દરો માત્ર નોન-સિનિયર સિટિજન માટે પાંચ વર્ષની એફડીના કર-બચતના છે.