લગભગ 60 મિલિયન લોકોની વસ્તી સાથે ગુજરાત ભારતના જીડીપીનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત છે. ગુજરાતીઓ વેપારી તરીકે ઓળખાય છે, જેમણે ભારતના કેટલાક મોટા ઉદ્યોગોની સ્થાપના કરી છે. ગુજરાતમાં ખેતી, ઔદ્યોગિક સેવા અને સૌથી નોંધપાત્ર રીતે નવી કંપનીઓનો વૃદ્ધિ દર મજબૂત છે. ઉત્તમ રોડ નેટવર્ક અને પરિવહન, સંદેશાવ્યવહાર અને અત્યાધુનિક ટેકનોલોજીના વિશાળ પ્લેટફોર્મની ઍક્સેસ આ સમૃદ્ધિ માટેના મુખ્ય પરિબળો છે. ત્યારે જો તમે પણ બિઝનેસ શરુ કરવા માંગતા હોવ, તો અહીં ઓછી મૂડી (Small Business Ideas In Gujarat) પર શરુ કરી શકાય એવા બિઝનેસ આઈડિયા જણાવવામાં આવ્યા છે.
પાલતું પ્રાણીઓની સંભાળ (પેટ કેર)- જે લોકો પ્રાણી પ્રેમીઓ હોય છે, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. જો તમે જુદા જુદા લોકોના પાલતુ પ્રાણીઓની રાખવા માટેનો શોખ ધરાવતા હોય તો તેમની સંભાળ રાખવા માટે તમે તમારા વિસ્તારમાં પાલતુ સંભાળ સેવા શરૂ કરી શકો છો. તે સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ કામ કરી શકે છે.