મોટાભાગે આપણે જોઈએ છીએ કે ફિલ્મોની શૂટિંગ દરમિયાન કલાકાર ઘણા મોંઘા કપડા પહેરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મોમાં પહેરવામાં આવતા કપડાંની કિમત કેટલી હોય છે? અહીં અમે તમને ફિલ્મોમાં પહેરેલા પાંચ સૌથી મોંઘા પોશાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે કેટલા મોંઘા કપડાનો ઉપયોગ કરવામાં આવે છે.
કરીના કપૂરની ફિલ્મ ‘કમ્બક્ત ઈશ્ક’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ ન હતી. પરંતુ તેમાં તેમના લુકને ઘણો જ પંસદ કરવામાં આવ્યો હતો અને તેમણે બહુ જ પ્રશંસા પણ મેળવી હતી. આ ફિલ્મમાં કરીના શાનદાર બ્લેક પોશાકમાં જોવા મળી હતી, જેની કિંમત 8 લાખ રૂપિયા હતી. આ ડ્રેસને ખાસ કરીને પેરિસમાં ડિઝાઈન કરવામાં આવ્યો હતો.