હરિયાણાના હિસાર જિલ્લાના કોથકલા ગામમાં રહેનારા નવીન અને પ્રવીણે કોરોનાવાયરસ કટોકટીને પોતાના માટે આપત્તિમાં તક જેવી બનાવી દીધી. કોરોના વાયરસને રોકાવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં બંનેએ નોકરી છોડીને પોતાના ઘરની છત પર 15 સીટની જગ્યામાં કેસરની ખેતી કરવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન નવીન અને પ્રવીણે છત પર કેસરની ખેતી એક પ્રયોગ તરીકે કરી હતી, તેમમે એયરોપોનિક પદ્ધતિથી તેમના ઘરની છત પર કેસરની ખેતી કરી અને તેનાથી તેમણે 6થી 9 લાખ રૂપિયાની કમાણી કરી છે.
ભારતમાં કેસરની ખેતી મુખ્ય રૂપથી જમ્મું અને કશ્મીરમાં થાય છે. હરિયાણાના આ યુવાનોએ તેમના ઘરની છત પર એયરોપોનિક પદ્ધતિથી કેસરની ખેતી કરી. જો દુનિયાની વાત કરીએ તો ઈરાન, સ્પેન અને ચીનમાં એયરોપોનિક પદ્ધતિથી કેસરની ખેતી કરવામાં આવે છે. ભારતમાં કેસરની ખેતી માત્ર જમ્મુ કશ્મીરમાં થાય છે, જ્યારે દેશ અને વિદેશમાં તેની ઘણી માંગ છે.
કેસરની ખેતી માટે દિવસનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. રાતમાં આ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોવું જોઈએ. તેની સાથે જ ભેજ 90 ટકા હોવો જોઈએ. કેસરની ખેતીને થોજા તાપની પણ જરૂર છે. જો તાપ નથી તો તેને લાઈટની મદદથી પ્રકાશ આપી શકાય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, બલ્બ બેક્ટેરિયા મુક્ત હોય, તેની સાથે તમે થર્મોકોલનો પણ ઉપયોગ કરી શકો છો.
કેસરની ખેતીથી સારી કમાણી થઈ શકે છે. તમે કોઈપણ નજીકના માર્કેટમાં તેને ખૂબ જ સારી કિંમતે વેચી શકો છો. આ ઉપરાંત તમે કેસરને ઓનલાઈન પણ વેચી શકો છો. જો તમે કેસરની ખેતી કરીને મહિનામાં બે કિલો કેસર વેચી લો છો તો તમે દરેક મહિનામાં 6 લાખ રુપિયાની કમાણી કરી શકો છો. તેમજ જો તમે મહિનામાં 1 કિલો કેસરનો પાક તૈયાર કરીને વેચો છો તો 3 લાખ રુપિયા સુધીની કમાણી થઈ શકે છે.