નવી દિલ્હીઃ ફાઈનાન્સ બિલ 2023માં કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે, ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર TDS 1 જુલાઈ 2023ની જગ્યાએ હવે 1 એપ્રિલ 2023થી અમલી થશે. બજેટ 2023માં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, નાણાકીય વર્ષ 2023-24 માટે ઓનલાઈન ગેમિંગ પર ટીડીએસ 1 જુલાઈ, 2023થી લાગુ થશે. જો કે, સરકારે શુક્રવારે લોકસભામાં ફાઈનાન્સ બિલ પાસ કરતા સમયે તારીખમાં ફેરફાર કર્યો છે.
કેટલો કપાશે ટીડીએસ? - વર્તમાનમાં ઓનલાઈન ગેમમાં જીતવા પર ટીડીએસ લાગું થાય છે. જો જીતની રકમ એક નાણાકીય વર્ષમાં 10,000 રૂપિયાથી વધારે થઈ જાય. જો કે, રિસર્ચ બાદ ઓનલાઈન ગેમ પર જીતની દરેક રકમ પર હવે ટીડીએસ કાપવામાં આવશે. ઓનલાઈન ગેમથી જીતની રકમ પર 30 ટકાના રેટથી ટીડીએસ કાપવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થશે. ઓનલાઈન ગેમિંગ સેક્ટર આ પગલાનું સ્વાગત કરતા કહે છે કે, ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ કેવી રીતે લગાવવામાં આવે છે, તે સમજવું બધા માટે સરળ થઈ જશે.