Home » photogallery » બિઝનેસ » તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

શેરબજાર, રોકાણ, આવકવેરા સહિત તમારા અન્ય કેટલાક ખર્ચ સાથે જોડાયેલા ઘણા નિયમો એપ્રિલથી બદલાવા જઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પાન-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ બાદ 1 એપ્રિલથી અનલિંક પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

  • 112

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો


    New Rules from 1st April: દર વર્ષે એપ્રિલ મહિનો નાણાંકીય બાબતોમાં ઘણા નવા ફેરફારો સાથે આવતો હોય છે અને આ વર્ષે પણ કંઈક આવું જ જોવા મળવાનું છે. શેરબજાર, રોકાણ, આવકવેરા સહિત તમારા અન્ય કેટલાક ખર્ચ સાથે જોડાયેલા ઘણા નિયમો એપ્રિલથી બદલાવા જઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પાન-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ બાદ 1 એપ્રિલથી અનલિંક પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. ઘણી ઓટો કંપનીઓ પોતાના વાહનોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. આ સિવાય એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો અને બેંક રજાઓની યાદી જેવા ઘણા ફેરફારો આપણને એપ્રિલ માસમાં જોવા મળવાના છે. આ તમામ વિગતો વિશે તમને વિસ્તારપૂર્વક માહિતી આપવા માટે અમે આજે આ વિશેષ આર્ટિકલ લઈને આવ્યા છીએ જેમાં તમે તમામ ફેરફારો વિશે વિગતે જાણી શકશો.

    MORE
    GALLERIES

  • 212

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો


    1. ઈનેક્ટિવ થઈ જશે PAN કાર્ડ - છેલ્લા ઘણા સમયથી આધાર સાથે પાન લિંક કરવાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને અલગ અલગ તારીખોની જાહેરાત કરવામાં આવી રહી છે, જો કે હવે 31 માર્ચ, 2023 આધાર અને પાન લિંક કરાવવા માટેની અતિંમ તારીખ હોવાની જાહેરાત કરવામાં આવી છે. જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ લિંક કર્યું નથી, તો તમારે તરત જ તેવું કરી લેવું જોઈએ. તમારે 31 માર્ચ, 2023 પહેલા આધાર સાથે પાન કાર્ડ લિંક કરવું પડશે, જેથી તમારું પાન કાર્ડ 1 એપ્રિલથી ઈનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય ન થઈ જાય. ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 139AA મુજબ 1 જુલાઈ, 2017ના રોજ જે વ્યક્તિને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફાળવવામાં આવ્યો છે અને જેઓ આધાર નંબર મેળવવા માટે લાયક છે, તેમણે નિર્ધારિત ફોર્મમાં તેમનો આધાર નંબરની જાણકારી આપવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો આવી વ્યક્તિઓએ 31 માર્ચ, 2023 સુધીમાં અથવા તો તે પહેલા લેટ ફીની ચુકવણી સાથે ફરજિયાતપણે તેમના આધાર અને પાનને લિંક કરવા પડશે. જો આવું કરવામાં નહી આવે તો 1 એપ્રિલ પછી તમારે આધાર અને પાન લિંક કરાવવા માટે રૂ. 10,000 ચૂકવવા પડશે.

    MORE
    GALLERIES

  • 312

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    2. હોન્ડા, ટાટા, મારુતિ સહિત અનેક કંપનીઓના વાહનો 1 એપ્રિલથી થશે મોંઘા - BS-6ના બીજા ફેઝમાં ટ્રાંજિશનની સાથે હવે ઓટો કંપનીઓના ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, આ સિવાય પણ હાલના ઈન્ફ્લેશન એટલે કે ફુગાવાને ધ્યાનમાં રાખીને પણ હવે ઓટો કંપનીઓ પોતાની પર પડતો વધારાના ખર્ચનો બોજ ગ્રાહકો તરફ ડાયવર્ટ કરી રહી છે. તે સ્થિતિમાં જો તમે 1 એપ્રિલ પછી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા ખિસ્સા પર વાહનની ખરીદી માટે અતિરિક્ત ભાર પડશે. જણાવી દઈએ કે હોન્ડા, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ જેવી ઓટો કંપનીઓએ જાહેરાત કરી છે કે તે 1 એપ્રિલથી તેમના વાહનોના વિવિધ વેરિઅન્ટની કિંમતોમાં વધારો કરવા જઈ રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 412

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    3. દિવ્યાંગ લોકો માટે ફકજીયાત બનશે UDID - દિવ્યાંગોએ જો વિવિધ 17 સરકારી યોજનાઓનો લાભ મેળવવો હોય તો તેમણે 1 એપ્રિલથી દિવ્યાંગજન માટે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા યુનિક આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID) નંબર ફરજિયાતપણે આપવો પડશે. સરકારે કહ્યું કે જેમની પાસે UDID કાર્ડ નથી, તેઓએ વિકલાંગતા પ્રમાણપત્ર સાથે UDID નોંધણી નંબર જે UDID પોર્ટલ પરથી જનરેટ કરવામાં આવ્યો હોય તે આપવાનો રહેશે. ડિપાર્ટમેન્ટ ઑફ ડિસેબિલિટી અફેર્સ દ્વારા જારી કરાયેલ ઑફિસ મેમોરેન્ડમ મુજબ, જો માન્ય UDID નંબર ઉપલબ્ધ હોય તો વિકલાંગતા પ્રમાણપત્રની ભૌતિક નકલ આપવાની અથવા તે અપલોડ કરવાની જરૂર હોતી નથી અને આ બાબતની તમામ લોકોએ કાળજી લેવી.

    MORE
    GALLERIES

  • 512

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    4. છ ડિજિટ ધરાવતા HUID માર્કના ઘરેણાનું જ વેચાણ થશે - 1 એપ્રિલ, 2023થી દેશમાં ફક્ત એવા જ સોનાના ઘરેણાં અને કલાકૃતિઓનું વેચાણ કરવામાં આવશે, જેના પર 6 આંક઼ડાનો 'હોલમાર્ક આલ્ફાન્યુમેરિક યુનિક આઇડેન્ટિફિકેશન' (HUID) નંબર જોવા મળતો હોય. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે 31 માર્ચ પછી દુકાનદારોને HUID વિના જૂના હોલમાર્કવાળા ઘરેણાં વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ 18 જાન્યુઆરીએ આ સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગોલ્ડ હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રમાણપત્ર હોય છે. તે 16 જૂન 2021થી સ્વૈચ્છિક કરવામાં આવ્યું હતું. 6અંકનો HUID નંબર પણ 1 જુલાઈ, 2021થી લાગુ કરવામાં આવ્યો છે. મંત્રાલયે નિવેદનમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પાસે રાખેલી જૂની હોલમાર્કવાળી જ્વેલરી માન્ય ગણવામાં આવશે ફક્ત દુકાનદારો તેનુ વેચાણ કરી શકશે નહીં.

    MORE
    GALLERIES

  • 612

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    5. હાઈ પ્રીમિયમ ઈન્શ્યોરન્સ પોલિસી પર આપવો પડશે ટેક્સ (Insurance Premium Tax Rule) - આ વર્ષે બજેટ 2023 માં જાહેરાત કરવામાં આવી હતી કે જો તમારા ઈન્શ્યોરન્સનું વાર્ષિક પ્રીમિયમ 5 લાખથી વધુ છે, તો તેનાથી થતી આવક પર તમારે ટેક્સ ચૂકવવાનો રહેશે. અત્યાર સુધી વીમામાંથી થતી નિયમિત આવક સંપૂર્ણપણે કરમુક્ત રાખવામાં આવી હતી, જો કે હવે 1 એપ્રિલ બાદ તેવું રહેશે નહી. HNI એટલે કે હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલને આનો લાભ વધુ મળતો હતો. આ જાહેરત બાદ હવે 1 એપ્રિલથીઆ HNIsને વીમાની આવક પર મર્યાદિત લાભ મળશે. જણાવી દઈએ કે યુલિપ પ્લાન આમાં સામેલ નથી. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થશે.

    MORE
    GALLERIES

  • 712

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    6. ગોલ્ડ કન્વર્ઝન પર નહી આપવો પડે કેપ્ટલ ગેઈન ટેક્સ - બજેટમાં આ વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે જો તમે 1 એપ્રિલથી ફિજિકલ સોનાને ઈ-ગોલ્ડમાં અથવા ઈ-ગોલ્ડને ફિજિકલ સોનામાં કન્વર્ટ કરાવો છો, તો તમારે તેના પર કોઈપણ પ્રકારનો કેપિટવ ગેઈન ટેક્સ ચૂકવાનો રહેશે નહીં. સોના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થાય છે. જો કે, જો તમે કન્વર્ઝન પછી તેનું વેચાણ કરો છો, તો તમારે LTCG નિયમો અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

    MORE
    GALLERIES

  • 812

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    7. LPG, CNG, PNG ના ભાવમાં કરાશે સુધારો (LPG, CNG, PNG Price) - દર મહિનાની પહેલી તારીખે દેશની પેટ્રોલિયમ કંપનીઓ તેલ અને ગેસના ભાવમાં સુધારો કરે છે. ત્યારે શક્ય છે કે આ વખતે પણ તેલના ભાવમાં વધારો થાય. તમારા રસોઈ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો પર ખાસ નજર રાખવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 912

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    8. બેન્કોની રજા અંગેની જાહેરાત (Bank Holidays in April 2023) - એપ્રિલમાં બેંકોને કુલ 15 દિવસની રજાઓ રહેશે. આમાં તહેવારો, વર્ષગાંઠો અને વિકેન્ડની રજાઓનો સમાવેશ થાય છે. આ વખતે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે. આ વખતે એપ્રિલમાં આંબેડકર જયંતિ, મહાવીર જયંતિ, ઈદ-ઉલ-ફિત્ર સહિત અન્ય ઘણા તહેવારો પર બેંકો બંધ રહેશે. આ સિવાય કુલ સાત દિવસ વીકએન્ડની રજાઓ આવી રહી છે. આમ બેન્કો ક્યારે બંધ રહેશે તે બાબત પર ધ્યાન આપવાનુ રહેશે.

    MORE
    GALLERIES

  • 1012

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    9. Debt Mutual Fundમાં નહીં મળે LTCG ટેક્સનો લાભ (Debt Mutual Fund Tax Rules) - ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ટેક્સની બાબતે શ્રેષ્ઠ માનવામાં આવતું હતું. જો કે શુક્રવારે લોકસભામાં પસાર થયેલા ફાઇનાન્સ બિલમાં તેને LTCG એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનના કાર્યક્ષેત્રમાંથી બાકાત કરવામાં આવ્યું છે. ઇક્વિટીમાં ઓછું રોકાણ કરતા ડેટ મ્યુચ્યુઅલ ફંડને લોંગ ટર્મ ટેક્સ બેનિફિટ ન ​​આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. હવે એવા ડેટ ફંડ કે જેઓ તેમની સંપત્તિના 35 ટકાથી ઓછા ઇક્વિટીમાં રોકાણ કરે છે, તેમને લોંગ ટર્મ ટેક્સ બેનિફિટ આપવામાં આવશે નહીં. આના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થશે. આવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના રોકાણકારો કે જેઓ તેમની સંપત્તિના 35 ટકા ઇક્વિટી શેર્સમાં રોકાણ કરે છે, તેમના પર તેમના સ્લેબ મુજબ ટેક્સ લાગશે.

    MORE
    GALLERIES

  • 1112

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    10. NSE પર લેવડ દેવડના ચાર્જમાં 6%નો વધારો પાછો ખેંચશે - નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ 1 એપ્રિલથી અમલમાં આવતા કેશ ઇક્વિટી અને ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં છ ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી, 2021થી આ વધારાની ફી અમલમાં આવી હતી. બજારની કેટલીક આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કોર્પસને આંશિક રીતે વધારવા માટે NSE ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (NSE IPFT)ની સ્થાપના કરવામાં આવી હતી. NSEએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગુરુવારે મળેલી તેમની બેઠકમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં છ ટકાના વધારાને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 1212

    તમારા ખિસ્સા પર ભાર આપવા રહો તૈયાર, 1 એપ્રિલથી અમલમાં આવશે આ નવા નિયમો

    11. Demat એકાઉન્ટમાં પણ નોમિનેશન બનશે ફરજીયાત - ડીમેટ એકાઉન્ટ્સના સંબંધમાં હવે નોમિનેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. એવામાં નોમિનેશન માટેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે આ સમયમર્યાદાની અંદર તમારા ડીમેટ અકાઉન્ટ માટે નોમિનેશન નહીં કરો, તો 1 એપ્રિલથી તમારા ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સ ડેબિટ માટે ફ્રીઝ કરી દેવામાં આવશે. સેબીના નિયમો અનુસાર, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા લોકોએ 31 માર્ચ, 2023 સુધીમાં નોમિનીનું નામ રજીસ્ટર કરાવવું ફરજિયાત છે.

    MORE
    GALLERIES