નવી દિલ્હીઃ સામાન્ય લોકોને લાગે છે કે, શેર ખરીદવા પર માત્ર તેનો ભાવ વધાવા પર જ રૂપિયા બને છે. પરંતુ એવું નથી, કારણ કે એક અન્ય રીતે એવી છે, જેનાથી રોકાણકારોને તગડી કમાણી થઈ શકે છે અને તે છે ડિવિડન્ડ. દરેક કંપની શેરધારકોને ડિવિડન્ડ આપે છે. કુકર બનાવતી કંપની હોકિન્સ ભારતમાં વર્ષોથી પ્રખ્યાત છે. આ કંપનીએ તેના શેરધારકોને ડિવિડન્ડ આપીને માલામાલ કરી દીધા છે. કંપનીએ તેના હજુ સુધીના ઈતિહાસના સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી દીધી છે.
9 ઓગસ્ટે થનારી બેઠકમાં મળશે મંજૂરી- હોકિન્સે એક્સચેન્જને આપેલી સૂચનામાં કહ્યું કે,‘કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ માટે 10 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂ પર 100 રૂપિયા ડિવિડન્ડની ચૂકવણી કરવાની જાહેરાત કરી છે. જો કે, આ શેરધારકોની મંજૂરીને આધીન છે. આ પ્રસ્તાવને 9 ઓગસ્ટે યોજાનારી 63મી વાર્ષિક એજીએમમાં મંજૂરી આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે ડિવિડન્ડ 8 સપ્ટેમ્બર 2023 સુધીમાં ચૂકવવામાં આવશે.
હોકિન્સના શેર હાલ 6330 રૂપિયાના સ્તપ પર કારોબાર કરી રહ્યા છે. ગત એક વર્ષમાં આ શેરે 20 ટકાથી વધારે વળતર આપ્યું છે. 26મે 2022ના રોજ આ શેર 5250 રૂપિયાના સ્તર પર હતા. ખાસ વાત તો એ છે કે, કંપનીએ ગત વર્ષે જુલાઈમાં 60 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. એટલે કે વળતરની સાથે-સાથે કંપનીએ ડિવિડન્ડ દ્વારા પણ રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.