છેલ્લા એક વર્ષથી ટાટાની ટાઈટન કંપની લિમિટેડ (Titan Company)ના શેરમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, હવે શેરમાં તેજી થવાની સંભાવના છે. હાલના સ્તરે ટાઈટનના શેરની ખરીદીમાં ઉછાળો આવી શકે તેવી ગ્લોબલ બ્રોકરેજ જેપી મોર્ગનને આશા છે કે. જેપી મોર્ગનના રિપોર્ટ અનુસાર માર્ચ 2024 સુધીમાં આ શેર 3 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
બ્રોકરેજનો મત- જેપી મોર્ગનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ માર્જિન 12થી 13 ટકા પર સ્થિર રહેશે. હાલના માહોલ અનુસાર નકારાત્મક જોખમની સાથે આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આનંદ રાઠીના ગણેશ ડોંગરે જણાવે છે કે, ચાર્ટ પેટર્ન ટાઈટન પ્રતિ શેરની કિંમત 2,300 રૂપિયાથી 2,600 રૂપિયાની રેન્જમાં છે. 2,600ના સ્તરને પાર કરી જશે તો આ શેર રોકેટ બની શકે છે.