નવી દિલ્હી: ટાટા મોટર્સ (Tata Motors) વર્ષ 2022 માટે ભારતમાં તેના કારોના પોર્ટફોલિયો (Car Portfolio) માટે દમદાર યોજના બનાવી રહ્યું છે. નવા પોર્ટફોલિયોમાં પેટ્રોલ વેરિઅન્ટ્સ (Petrol Variants) અને સૌથી વધુ સર્ચ થયેલી ઇલેક્ટ્રિક કાર (Electric Cars)નો પણ સમાવેશ થશે. ટાટા નેક્સન (Tata Nexon) ગત વર્ષે સ્વદેશી ઓટો મેજર માટે સૌથી પ્રભાવશાળી રહી છે. નેક્સન એટલી સફળ રહી કે કંપનીએ ઇવી વેરિએન્ટ પણ લોન્ચ કર્યું છે. અહેવાલો અનુસાર, આ વર્ષે ટાટા મોટર્સ મોટું બેટરી પેક અને શાનદાર માઇલેજ સાથે નવી નેક્સન ઇવી લોન્ચ કરી શકે છે. અનેક અહેવાલો સૂચવે છે કે, ટાટા મોટર્સ ભારતમાં 2022માં આ નવી એસયૂવી (New SUV Launch in 2022) લોન્ચ કરી શકે છે.
ટાટા નેક્સન ઇવી : કોમ્પેક્ટ એસયૂવી પછી સૌથી વધુ માંગમાં રહેલા ટાટા નેક્સન ઇવી ગત વર્ષે ભારતમાં સૌથી ઝડપથી વેચાતી કાર્સ પૈકી એક હતી અને તે બ્રાન્ડના ગ્રોથને આગળ ધપાવવાનું હજુ પણ જાળવી રાખશે. એવી સંભાવના છે કે ટાટા 2022માં ટાટા નેક્સન EVનું નવું વેરિઅન્ટ લોન્ચ કરશે. જેમાં હાલના મોડલની સરખામણીમાં મોટું બેટરી પેક હશે. હાલમાં 312 કિલોમીટરની સરખામણીમાં તે 400 કિલોમીટરની રેન્જને આપે તેવી અપેક્ષા છે.
ટાટા હેરિયર પેટ્રોલ : મિડ-સાઇઝ SUV ફક્ત ડીઝલ એન્જિન વિકલ્પમાં જ ઉપલબ્ધ છે, પરંતુ જો અહેવાલોની માનીએ તો Tata Motors ટૂંક સમયમાં ભારતમાં 2022માં Harrier માટે પેટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે એન્જિન નવું 1.5-લિટર ચાર-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ લગભગ 160 bhp પાવર જનરેટ કરશે.