Tata Motors આ મહિને પસંદગીની કાર અને SUV પર ડિસ્કાઉન્ટ અને લાભો ઓફર કરી રહી છે. ગ્રાહકો Tiago, Tigor, Harrier અને Safari પર રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ લાભો મેળવી શકે છે. બ્રાન્ડ આ મહિને Tata Altroz, Tiago અને Tigorના CNG વેરિઅન્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ચાલો જાણીએ કે ટાટા મોટર્સ કયા મોડલ્સ પર ગ્રાહકો માટે કેટલું ડિસ્કાઉન્ટ લાવી છે.
ટાટા સફારી (ડિસ્કાઉન્ટ - રૂ. 65,000 સુધી): ટાટાની પ્રખ્યાત કાર સફારીના કાઝીરંગા અને જેટ એડિશન પર કુલ 65,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 30,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. દરમિયાન, ગ્રાહકો એસયુવીના અન્ય તમામ વેરિઅન્ટ્સ પર કુલ રૂ. 55,000નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ટાટા હેરિયર (ડિસ્કાઉન્ટ - રૂ. 65,000 સુધી): સફારીની જેમ, હેરિયરને પણ કાઝીરંગા અને જેટ એડિશન પર કુલ રૂ. 65,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જેમાં રૂ. 30,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 30,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. વધુમાં, ગ્રાહકો હેરિયરના અન્ય તમામ વેરિયન્ટ્સ પર કુલ રૂ. 55,000 નું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે, જેમાં XMS અને XMAS વેરિઅન્ટનો સમાવેશ થાય છે.
ટાટા ટિગોર (CNG) (ડિસ્કાઉન્ટ - 45,000 રૂપિયા સુધી): આ મહિને, ટિગોર CNGના તમામ વેરિયન્ટ્સ પર કુલ રૂ. 45,000નું ડિસ્કાઉન્ટ ઓફર છે. જેમાં રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000 સુધીના કોર્પોરેટ ડિસ્કાઉન્ટ લાભોનો સમાવેશ થાય છે. કોમ્પેક્ટ સેડાનની CNG લાઇન-અપમાં XZ અને XZ+ ટ્રિમ્સમાં તાજેતરમાં ઉમેરવામાં આવી હતી.
ટાટા ટિયાગો (CNG) (ડિસ્કાઉન્ટ - 45,000 રૂપિયા સુધી): Tiago CNG કુલ રૂ. 45,000ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જેમાં રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 15,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 5,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. Tiago CNGમાં ટિગોર CNG જેવું જ એન્જિન અને ગિયરબોક્સ મુકવામાં આવ્યું છે.