નવી દિલ્હીઃ રોલ્ય રોયસ આ નામમાં જ એક રાજશાહી અંદાજ છુપાયેલો છે અને હોય પણ કેમ નહિ, ગાડી બનાવવામાં આવી છે રાજા મહારાજાઓ માટે. બ્રિટિશ કંપનીએ આ કારને ખાસ દુનિયાના કેટલાક રઈસો માટે બનાવી હતી. આજે પણ આ ગાડીની તે જ ઓળખ છે. પરંતુ આ ગાડી સાથે જોડાયેલો એક રોચક કિસ્સો છે, જેણે કંપનીની ઈમેજને એવો ઝાટકો આપ્યો હતો, કે આજ સુધી તેની ચર્ચી થઈ રહી છે. વાસ્તવમાં હિન્દુસ્તાનના એક રાજાએ રોલ્સ રોયસ પાસેથી શહેરમાં કચરો ઉઠાવડાવ્યો હતો.
<br />શું હતો મામલો - વાસ્તવમાં મહારાજા જયસિંહ કંઈક કામ માટે લંડન ગયા હતા. આ દરમિયાન તેઓ સામાન્ય લોકોની જેમ લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા હતા.ત્યારે તેમની નજર રોલ્ય રોયસના શો રૂમ અને તેમાં પડેલી ગાડીઓ પર પડી. જયસિંહે ગાડી ખરીદવાનું મન બનાયું અને શો રૂમમાં ગયા. તેમણે સામાન્ય લોકની જેમ કપડા પહેર્યા હતા. આ જોઈને, શો રૂમનો સેલ્સમેન તેમને ઓળખી ન શક્યો અને એક સામાન્ય માણસ સમજીએ શોરૂમની બહાર નીકાળી દીધા.
હોટલ પરત આયા અને પછી - મહારાજા જયસિંહે આ અપમાનના કારણે હોટલ પરત આવ્યા અને પોતાના દૂત દ્વારા સંદેશો મોકલાવ્યો કે, મહારાજ શોરૂમ આવવા માંગે છે અને ગાડી ખરીદવા માંગે છે. આ વાત સાંભળીને શોરૂમના લોકોએ તોમનું ભવ્ય સ્વાગત કર્યું. જયસિંહે આ દરમિયાન તે સેલ્સમેનને બોલાવીને પોતાનો પરિચય આપ્યો. સેલ્સેમેને માફી માંગી પણ મહારાજાનો ગુસ્સો ચરમ પર હતો. તેમણે 7 નવી રોલ્સ રોયસનો ઓર્ડર આપ્યો અને તેમને અલવરમાં ડિલીવરી કરવા કહ્યું,તેની સાથે જ મહારાજાઓ શર્ત રાખીને તે સેલ્સમેનને ગાડી ડિલીવર કરવા માટે મોકલાવામાં આવે,
બતાવ્યો પોતાનો મહિમા - એકસાથે 7 રોલ્સ રોયસનો ઓર્ડર કંપનીને ઘણો જ મોટો લાગ્યો, તેણે મહારાજાની બધી જ વાતો માની, કેટલાક દિવસો પછી સેલ્સમેન જ્યારે ગાડીઓ ડિલીવરી કરવા અલવર મહેલ પહોંચ્યો, ત્યારે તેના હોશ ઉડી ગયા. જેને તેણે એક સામાન્ય માણસ સમજ્યો હતો, તે તો એક રજવાડાનો માલિક નીકળ્યો. સેલ્સમેને ગાડીઓની ડિલીવરી લીધા પછી રાજાએ કેટલાક સફાઈ કામદારોને બોલાવ્યા અને કારોની ચાવી આપીને કહ્યું કે, આ ગાડીઓને શહેરની સાફ સફાઈ માટે લગાવવામાં આવે અને આમાં કચરો ભરવામાં આવે.
આગની જેમ દુનિયામાં ફેલાઈ ગઈ વાત - આ વાત આગની જેમ પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ. દરેક જગ્યાએ રોલ્સ રોયસની બદનામી થવા લાગી, રાજાની સાથે આ વ્યવહારની દુનિયાભરમાં આલોચના થઈ. કંપનીની બ્રાન્ડ ઈમેજને બહુ જ મોટો ઝાટકો લાગ્યો. રોલ્સ રોયસે ત્યારબાદ મહારાજા જયસિંહને ટેલીગ્રામ મોકલાવીને માફી માંગી. સાથે જ 7 રોલ્ય રોયસ પણ મફતમાં આપી. કંપનીએ રાજા જયસિંહને કહ્યું કે, જે પણ બનાવ બન્યો તે અંગે તેઓ શરમ અનુભવે અને આવું ફરી ક્યારેય નહિ થાય. ત્યારબાજ મહારાજાઓ રોલ્સ રોયસથી કચરો ઉઠાવવો બંધ કરાવ્યો.