મુંબઈની કંપની Indian Dyes Sales Corporationના માલિક બિનય શાહે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું કે, કપડાની એક સામાન્ય પ્રિંટિંગ મશીન 50 હજાર રૂપિયામાં આવે છે, પ્રિંટિંગ માટે લેવામાં આવેલ સામાન્ય ક્વોલિટી એક વ્હાઈટ ટી-શર્ટની કિંમત રૂ. 120 અને તેની પ્રિંટીંગ કોસ્ટ 1 રૂપિયાથી લઈને 10 રૂપિયા વચ્ચે આવે છે. જ્યારે તમે આ ટી-શર્ટ પ્રિંટીંગ બાદ રૂ. 200-250માં વેંચી શકો છો.
સૌથી સસ્તી મશીન મેન્યુઅલ હોય છે. આના દ્વારા એક ટી-શર્ટ એક મિનીટમાં તૈયાર કરી શકાય છે. આના માટે પહેલા પ્રિંટર દ્વારા સબ્લિમેશન પેપર પર ડિઝાઈનનું પ્રિંટ નિકાળવું પડશે. આ રબર ઈંકથી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ટી-શર્ટ પ્રિંટર પર ટેફલોન શીટ રાખવામાં આવે છે. તાપમાન સેટ કર્યા બાદ તેના પર ટી-શર્ટ અને પછી ડિઝાઈન પ્રિંટ કરેલ સબ્લિમેસન પેપર રાખવામાં આવે છે. લગબગ એક મિનિટ બાદ પ્રેસને હટાવી લેવામાં આવે છે અને ટી-શર્ટ પ્રિંટ થઈ જાય છે.