Home » photogallery » બિઝનેસ » ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

Sweet shop bill from 40 years: આજકાલ જો કોઈ તમને એમ કહે કે બરફીનો ભાવ 10 રુપિયા કિલો છે તો તમે વિશ્વાસ કરશો? જોકે આ વાત 40 વર્ષ પહેલાની છે, ઇન્ટરનેટ પર જલંધર શહેરની એક મીઠાઈની દુકાનનું 40 વર્ષ જૂનું બિલ વાયરલ થઈ રહ્યું છે જેમાં જણાય છે કે 40 વર્ષ પહેલા શું હતા મીઠાઈના ભાવ.

  • 18

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    નવી દિલ્હી: આપણે બધા જાણીએ છીએ કે પહેલાના સમયમાં વસ્તુઓ ખૂબ સસ્તી મળતી હતી. મોટાભાગના લોકોએ તેમના માતા-પિતાને કહેતા સાંભળ્યા હશે કે અમારા જમાનામાં આ વસ્તુની કિંમત ખૂબ ઓછી હતી અનેઆજે તો ભાવ આસમાને છે.

    MORE
    GALLERIES

  • 28

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    આવું જ કંઈક જો 1980નું બિલ તમારી સામે રાખવામાં આવે તો કદાચ તેને જોઈને તમારું મગજ મૂંઝાઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં જૂના જમાનાના બિલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક છે સમોસા કચોરી અને મીઠાઈનું બિલ.ઘણા યુઝર્સ આજકાલ આવા જૂના બીલોના ફોટા ક્લિક કરી રહ્યા છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જે બાદ તે વાયરલ થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 38

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    યુઝર્સ પણ આ વાયરલ બિલમાં રસ દાખવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ બિલ જોઈને તમે અંદાજો લગાવી શકશો નહીં કે કોઈ જમાનામાં 1 કિલો બરફી, રસમલાઈ, સમોસા આટલા સસ્તા મળતા હતા.

    MORE
    GALLERIES

  • 48

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    તમે આ બિલોમાં જોઈ શકો છો કે આજે જે ભાવે ચા મળે છે, તે ભાવે 1 કિલો બરફી ખરીદી શકાતી હતી. આમ પણ સોશિયલ મીડિયા પર જો કોઈ એન્ટિક વસ્તુ જોવા મળે છે, તો તે લોકોનું ધ્યાન ખેંચવા લાગે છે. તેમાં પણ આ તો લોકોને ભાવતી વસ્તુઓ છે.

    MORE
    GALLERIES

  • 58

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલું આ બિલ 1980નું છે. આશ્ચર્યની વાત એ છે કે આ બિલ જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે કોઈ જમાનામાં મીઠાઈ અને નાસ્તા આટલા સસ્તા હતા.

    MORE
    GALLERIES

  • 68

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    આજના સમયમાં સમોસા સ્થાનિક દુકાનમાં 10 થી 15 રૂપિયામાં એક મળે છે. જ્યારે બ્રાન્ડેડ સમોસા 25 રૂપિયાથી ઓછામાં આવતા નથી, પરંતુ લગભગ 40 વર્ષ પહેલા એક સમોસું માત્ર 50 પૈસામાં મળતું હતું. જ્યારે બરફી રૂ.10 પ્રતિ કિલોના ભાવે મળતી હતી.

    MORE
    GALLERIES

  • 78

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    ફેસબુક પર શેર કરવામાં આવેલા મેનૂ કાર્ડમાં મીઠાઈના રેટ જોઈને તમને નવાઈ લાગશે. સમોસા ઉપરાંત લાડુ, રસગુલ્લા, કાળા જાંબુ અને રસમલાઈ જેવી મીઠાઈઓ 10 થી 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. જ્યારે આજે જોવામાં આવે તો એક રસમલાઈની કિંમત રૂ.40 છે.

    MORE
    GALLERIES

  • 88

    ચાના એક કપના ભાવમાં 1 કિલો બરફી અને રુ.10 માં રસમલાઈ, વાયરલ થયું બિલ

    આ કાર્ડમાં લગભગ તમામ મીઠાઈઓ માત્ર રૂ.20ની અંદર ઉપલબ્ધ છે. સમોસા અને કચોરીની કિંમત 1 રૂપિયામાં 2 હતી. એટલે કે 1 રૂપિયામાં સંપૂર્ણ નાસ્તો કરવામાં આવ્યો હતો. બિલને જોયા પછી લોકો સોશિયલ મીડિયા પર તેમના યુગને યાદ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે 1980માં તેનો પગાર 1000 રૂપિયા હતો જે આજે 1 લાખ રૂપિયા બરાબર છે. સોશિયલ મીડિયા પર આ બિલને જોઈને ઘણા યુઝર્સ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

    MORE
    GALLERIES