મુંબઇ. Suzuki S-Cross 2022: સુઝુકીએ Suzuki S-Crossની નવી આવૃત્તિ લૉંચ કરી છે. સુઝુકીએ ગત ડિઝાઈન કરતા હજા હટકે લુકમાં તેને લોંચ કરી છે. નવા વર્ઝનનો દેખાવ ખૂબ જ બોલ્ડ રાખવામાં આવ્યો છે. નવી S-Crossને ભારતમાં મારુતિ-સુઝુકીના પ્રીમિયમ રિટેલ નેટવર્ક નેક્સા મારફતે ભારતીય બજારમાં વેચવામાં આવશે. આ કારને પ્રીમિયમ મૉડલ તરીકે વેચવામાં આવશે. આ પહેલાનું મૉડલ પણ નેક્સા શો રૂમ મારફતે પ્રીમિયમ મૉડલ તરીકે વેચવામાં આવ્યું હતું.
એન્જીન : તમામ નવી સુઝુકી S-Cross કાર્સમાં 1.4 લિટર DITC એન્જીન હશે. જે 48 વોલ્ટ SHVS મિડ-હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે પેર કરેલી હશે. એન્જીન 129 PS પાવર અને 235 Nn ટોર્ક જનરેટ કરશે. કારની ઇલેક્ટ્રિક મોટર 13.59 PS પાવર અને 50 Nm ટોર્ક જનરેટ કરવા સક્ષમ છે. કારમાં ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિગ સિગ્નલ રિકગ્નાઇઝેશન, લેન ડિપાર્ચર પ્રિવેન્શન, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ હશે. કારમાં પાર્કિંગ સપોર્ટ માટે 360 કેમેરો હશે.