Home » photogallery » બિઝનેસ » પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

विज्ञापन

  • 16

    પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

    દેશની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસને તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નારાયણ મૂર્તિએ તેમની પત્ની સુધા પાસેથી 10,000 રૂપિયા ઉછીના લઇને કંપનીનો પાયો નાખ્યો હતો. ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ આજે તેમના 71 મા જન્મદિવસ (જન્મ તારીખ: 20 ઓગસ્ટ 1946) ની ઉજવણી કરી રહ્યા છે. ચાલો આપણે જાણીએ કે ઇન્ફોસિસ 36 વર્ષોમાં રૂ. 2 લાખ કરોડની કેવી રીતે બની.

    MORE
    GALLERIES

  • 26

    પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

    પત્નીના 10 હજાર રૂપિયાથી શરૂ થઇ કંપની: સુધા મૂર્તિએ ઇન્ફોસિસ કંપનીની સ્થાપના માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની બચતના દસ હજાર રૂપિયાના કારણે આ કંપનીનો પાયો નાખવામાં આવ્યો હતો. તે સમયે તેમની પાસે એટલા પૈસા પણ ન હતા કે કંપની માટે કેમેરા ભાડે લઇ શકે. શરૂ થયા બાદ 2 જુલાઇ 1981ના રોજ કંપનીનું રજિસ્ટ્રેશન ઇન્ફોસિસ લિમિટેડના નામથી શરૂ થયુ. જેમા ઓફિસનું એડ્રેસ મૂર્તિના મિત્ર અને કંપનીના પાર્ટનગર રાધવનના ઘરનું આપ્યુ પડ્યુ.

    MORE
    GALLERIES

  • 36

    પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

    આ રીતે બનાવી ઈન્ફોસિસ ટીમ: 1981માં, નારાયણ મૂર્તિ, નંદન નીલેકણી, એસ. ગોપાલક્રિષ્નન, એસ.ડી. શિબુલાલ, કે દિનેશ અને અશોક અરોરાએ પટની કમ્પ્યુટર્સ છોડીને પુણેમાં ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી હતી. 1983 માં, તેમને ન્યૂ યોર્કની કંપની ડેટા બેઝિક કોર્પોરેશન તરફથી પ્રથમ ઓર્ડર મળ્યો. હાલમાં, કંપનીના કર્મચારીઓની સંખ્યા 50 હજારથી વધુ છે અને 12 દેશોમાં કંપનીની શાખાઓ છે.

    MORE
    GALLERIES

  • 46

    પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

    .. નહી માની હાર: નારાયણ મૂર્તિના ઉત્સાહથી ઇન્ફોસિસ આ સ્તર સુધી પહોંચવા સક્ષમ બની. એક સમય આવો પણ હતો કે જ્યારે કંપનીમાં મૂર્તિના અન્ય પાર્ટનરે તેને વેચવાનો વિચાર કર્યો હતો. 1989માં કેએસએના અંત બાદ ઇન્ફોસિસ સંકટમાં આવી ગઇ. સ્થાપક અશોક અરોરા પણ કંપની છોડી ચુક્યા હતા. અન્ય સ્થાપકો પણ આગળ કંઇ વિચારી રહ્યા ન હતા. ત્યારે મૂર્તિ સામે આવ્યા. તેમણે તેમના સાથીઓને કહ્યું, જો તમે તમામ કંપની છોડવા માંગતા હો તો તમે જઈ શકો છો. પણ, હું છોડીશ નહીં અને હું કંપની બનાવીશ.' નીલેકીણી, ગોપાલક્રિષ્નન, શિબુલાલ, દિનેશ અને રાઘવનએ રોકવાનું નક્કી કર્યું અને ત્યારથી આજે તમામ જોડાયેલા છે.

    MORE
    GALLERIES

  • 56

    પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

    સામાન્ય લોકોને પ્રવેશ નહીં: 1993માં ઇન્ફોસિસનો શેર જાહેર કરવામાં આવ્યો હતો કંપનીનું નામ પણ બદલવામાં આવ્યું હતું અને હવે તેનું નામ ઇન્ફોસિસ ટેક્નોલોજીઝ નામ આપવામાં આવ્યુ છે. પબ્લિક ઓફરિંગ્સ હેઠળ શરૂઆતમાં એક શેરની કિંમત 95 રૂપિયા રાખવામાં આવી હતી. 1994 માં, શેર દીઠ રૂ. 450 ના દરે જાહેર જનતાને 5,50,000 શેરની ઓફર કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 66

    પત્ની પાસેથી 10 હજાર રૂપિયા લઇને ઉભી કરી 2 લાખ કરોડની કંપની

    નેસ્ડેકમાં લિસ્ટિંગ: 1999માં ઇન્ફોસિસે 100 મિલિયન ડોલરનો આંકડો મેળવી લીધો હતો. તે વર્ષે, તે નાસ્ડેકમાં લિસ્ટેડ બનનાર ભારતની પ્રથમ આઇટી કંપની બની ગઇ હતી. 1999 માં કંપનીના શેરના ભાવ 8,100 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ સાથે તે સૌથી મોંઘા શેર બની ગયા. ત્યારબાદ ઇન્ફોસિસ માર્કેટ કેપિટલાઇઝેશનની, યાદીમાં 20 મોટી કંપનીઓમાં સામેલ થઇ ગઇ.

    MORE
    GALLERIES