કરોના મહામારી સામે લડવા માટે 3 મે સુધી લોકડાઉન છે. એવામાં બધુ જ બંધ છે. લોકો ઘરમાં રહેવા મજબુર છે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો બધા જ પોતાના રૂટિન કામથી કેટલાએ દિવસથી દુર થઈ ગયા છે. આ ખાલી સમયમાં સ્ટુડન્ટ પોતાનું ભવિષ્ય સુધારવાનું વિચારી રહ્યા છે. તો તમે આ પ્રકારનું કેટલું કામ કરી ઘરે બેઠા લાખો રૂપિયા કમાણી કરી શકો છો.

યૂટ્યુબ નામ, ઓળખ અને પૈસા ત્રણે આપે છે
ઈન્ટરનેટ એક મોટો વ્યવસાય બનીને ઉભરી રહ્યો છે. ખાસ રીતે યૂટ્યુબ એક એવું માધ્યમ બની ગયું છે કે, તે સૂચનાનું સૌથી મોટું સ્ત્રોત બની ગયું છે. મોટાભાગની ન્યૂઝ ચેનલ્સ યૂટ્યુબના માધ્યમથી પ્રચાર પ્રસાર કરી રહી છે તો આ સિવાય કેટલાએ લોકોની પ્રતિભાને બહાર લાવવાનું કામ પણ યૂટ્યુબે કર્યું છે. તમારા દરેક પ્રશ્નનો જવાબ હાલમાં યૂટ્યુબ પર મળી રહે છે.

આ રીતે કમાઈ શકો છો પૈસા
1. બ્લોગિંગ
સૌથી પહેલા સારી રીતે છે તમે એક બ્લોગ બનાવો અને તેમાં કન્ટેન્ટ અપલોડ કરો. બ્લોગો કી-વર્ડ એવો હોવો જોઈએ જે તુરંત ગૂગલમાં આવી જાય. તમે બ્લોગમાં એવું કન્ટેન્ટ નાખો અથવા લાખો જેમાં તમને ખાસ રૂચી હોય. તેનાથી એ થશે કે, તમે તેના વિશે લોકોને સારી જાણકારી આપી શકશો. એવામાં જો તમારા બ્લોગ પેજ વ્યૂ પાંચ લાખ દર મહિને છે તો, તમે 1500 ડોલર એટલે કે, એક લાખ મહિને સરળતાથી કમાણી કરી શકશો.

2. ઈ-કોમર્સ
તેમાં એક ઓપ્શન હોય છે ડ્રાપસિપિંગ મતલબ કે, તમારે બીજા લોકોનો માલ વેચવાનો. તેના માટે તમે shop101.com પર ખુદને રજિસ્ટર કરી શકો છો, અથવા પછી આ એપને ડાઉનલોડ કરી શકો છો. અહીં તમને એક લાખની આસપાસ પ્રોડક્ટ મળે છે, જેને તમે વેચવાનું કામ કોર છો. તેના માટે તમારે પોતાનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવું પડશે, અથવા ફેસબુકમાં પ્રોડક્ટની જાણકારી શેર કરવી પડશે. હવે જે પણ વ્યક્તિ પ્રોડક્ટ ખરીદશે તેમાંથી તમને પૈસા મલશે.

3. પુસ્તક લખીને કમાણી કરો
એવા ક્ષેત્રમાં જેમાં તમે એક્સપર્ટ છો તે વિષય પર પુસ્તક લખો. પુસ્તક કોઈ પણ ક્ષેત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે. તમારા પુસ્તકની જેટલી વધારે માંગ થશે તેટલા જ પૈસા વધારે કમાઈ શકો છો.