નવી દિલ્હીઃ ભારતીય શેરબજારોમાં ઉતાર-ચઢાવ બનેલો છે. ગ્લોબલ સેન્ટિમેન્ટસની સાથે-સાથે ઘરેલૂ પરિબળો બજાર પર અસર કરી રહ્યા છે. 7 ફેબ્રુઆરીને ભારતીય બજાર ઘટાડાની સાથે બંધ થયા હતા. કંપનીઓની કમાણીની સિઝન પણ ચાલી રહી છે. પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ્સ અપડેટના કારણે ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ હાઉસે એવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન ભાવથી લગભગ 40 ટકાનું તગડું વળતર જોવા મળી શકે છે.