EKI Energy – તે કર્બન ક્રેડિટ અને ક્વોલિટી મેનેજમેન્ટ અને એનર્જીના ક્ષેત્રમાં એક નાની કેપ કંપની છે. કંપની શેર ધારકોને 3:1 ના રેશ્યો માં બોનસ સેર આપશે. મતલબ કે દરેક 1 સેર માટે કંપની 3 બોનસ સેર આપશે. અગાવ તેની રેકોર્ડ ડેઈટ 1 લી જુલાઈ હતી જે વધારી ને 5 મી જુલાઈ કરવામાં આવી છે. ભૂતપૂર્વ બોનસ તારીખ સામાન્ય રીતે રેકોર્ડ તારીખ ના એક દિવસ પેહલાની હોઈ છે. આ શેરે 1 વર્ષ માં 1000 ટકાથી વધુ વળતર આપ્યું છે.
ટૉરેંટ ફાર્મા (torrent pharma) - તે એક લાર્જ કેપ ફાર્મા કંપની છે. કંપની દરેક શેર પર 1 બોનસ શેર આપી રહી છે. તેની એક્સ બોનસ તારીખ 8 જુલાઈ અને રેકોર્ડ તારીખ 11 જુલાઈ છે. કંપની ના શેર છેલ્લે રૂ.2920 ના સ્તરે બંધ થયા હતા. તેનું માર્કેટ કેપ રૂપિયા 49,361 કરોડ છે અને તે આ સંદર્ભ માં ભારતની 5 મી સૌથી મોટી ફાર્મા કંપની છે.