મુંબઈઃ ઘર ખરીદનારા લોકોને તહેવારોને અવસરે વધુ ખુશી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)એ હોમ લોનના દરોમાં 0.25 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. SBIની હોમ લોનના ગ્રાહકોને 75 લાખ રૂપિયા સુધીમાં પોતાનું સપનાનું ઘર ખરીદવા માટે 0.25 ટકાની વ્યાજ છૂટ મળશે. આ છૂટ સિબિલ સ્કોરના આધાર પર અને Yonoના માધ્યમથી અરજી કરતાં પ્રાપ્ત થશે. (પ્રતીકાત્મક તસવીર)
હાલમાં જ જાહેર કરવામાં આવેલી પોતાની ફેસ્ટિવ ઓફર્સની એનાઉન્સમેન્ટ હેઠળ એસબીઆઈ દેશભરમાં 30 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયા સુધીની હોમ લોન પર ક્રેડિટ સ્કોરના આધારે 20 bpsના સ્થાન પર 20 bps સુધીની છૂટ પ્રદાન કરશે. આ છૂટ દેશના 8 મેટ્રો શહેરોમાં 3 કરોડ રૂપિયા સુધીની હોમ લોન લેનારા ગ્રાહકોને પણ મળી શકશે. Yonoના માધ્યમથી અરજી કરાતાં તમામ હોમ લોન માટે વધારાની 5 bpsની છૂટ મળશે. (પ્રતીકાત્મક તસવીર)
સીએસ શેટ્ટી, એમડી (રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) એસબીઆઇએ કહ્યું કે, અમે આ તહેવારોની સીઝનમાં ભાવી હોમ લોન ગ્રાહકો માટે વધારાની છૂટની જાહેરાત કરતાં ખુશી અનુભવી રહ્યા છીએ. હોમ લોન પર એસબીઆઈ તરફથી સૌથી ઓછા વ્યાજ દરોની ઓફર્સ સાથે, અમારું માનવું છે કે આ પગલાથી ઘર ખરીદવા ઈચ્છતા લોકોને પોતાના સપનાના ઘરની યોજના બનાવવામાં મદદ મળશે. (પ્રતીકાત્મક તસવીર)
ભારતીય સ્ટેટ બેંકે કાર, ગોલ્ડ, પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ સાથે પોતાના રિટેલ ગ્રાહકો માટે પહેલા જ વિશેષ ઓફર્સની જાહેરાત કરી છે. ગ્રાહક કાર લોન પર 7.5 ટકાથી શરુ થનારા સૌથી ઓછા વ્યાજ દરનો લાભ ઉઠાવી રહ્યા છે. આ તહેવારોની સીઝનમાં ગોલ્ડ લોન અને પર્સનલ લોન ગ્રાહક ક્રમશઃ 7.5 ટકા અને 9.6 ટકાના સૌથી ઓછા વ્યાજ દરોનો લાભ ઉઠાવી રહ્યા છે. ગ્રાહક કેટલીક ક્લિકના માધ્યમથી Yono દસ્તાવેજ વગર પર્સનલ લોન અને ઇન્સ્ટા હોમ ટોપ-અપ લોનના લાભ ઉઠાવી શકે છે. (પ્રતીકાત્મક તસવીર)