

ચંડીગઢઃ કોઈ કામને શરૂ કરવા માટે ઉંમર મહત્વની નથી પરંતુ કોઈ નવા કામ શરુ (new business) કરતા સમયે લોકોના મનમાં એક વિચાર તો ચોક્કસ આવે કે આ ઉંમરે કામ શરુ કરશું તો લોકો શું કહેશે. પરંતુ કેટલાક લોકો ઉંમરની સાંકળોને તોડીને કંઈક એવું કામ કરે છે જેનાથી સમાજમાં પોતાની અલગ ઓળખ ઊભી થાય છે. અહીં અમે એક એવી જ મહિલાની વાત કરીશું જેના વિશે સાંભળીને તમે તમારા અધુરા સપનાને પુરા કરવા માટે નીકળી પડશો.


આવી જે એક મિસાલ ઉભી કરનાર ચંડીગઢની (Chandigarh) 94 વર્ષીય દાદી (Grang mother) છે. તેમણે ઉંમરના નવ દશકમાં એક નવી સિદ્ધિ મેળવી છે. તેમનું નામ હરભજન કૌર છે. તેમણે આશરે 4 વર્ષ પહેલા પોતાની સ્ટાર્ટઅપ (Startup) બ્રાન્ડ હરભજન લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ અંતર્ગત તેઓ ઘરમાં બનેલી બરફી અને અચાર વેચતા હતા.


તેમની કહાની એટલી પ્રેરણાદાયક છે કે પ્રખ્યાત બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) પણ તેમને વર્ષના વ્યવસાયી (Entrepreneur of the year) માન્યા છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટર (twitter) ઉપર ટ્વિટ (tweet) કરીને 94 વર્ષીય દાદીના વખાણ કર્યા છે.


સ્થાનિક મીડિયા સાથે વાત કરતા હરભજનની પુત્રી રવીના સૂરીએ જણાવ્યું કે તેમણે તેમની માતાને પોતાના જીવનમાં જાતે પૈસા કમાવવા માટેની તમન્ના હતી. આ અંગે જાણ થતાં રવીનાએ તેમની માતાની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી તેમની દિલની તમન્ના એક પ્રેરક કહાનીમાં ફેલવાઈ શકે.


રવીનાનું કહેવું છે કે તેઓ હંમેશા એક અદભૂત કૂક રહી છે. પરંતુ તેમની પ્રતીભા પડદા પાછળ રહી ગઈ. રવીનાએ જણાવ્યું કે તેમની માતાએ પહેલા સ્થાનિક જૈવિક બજારમાં (organic market) બરફી વેચી અને 2000 રૂપિયાની કમાણી કરી જે તેમની પહેલી કમાણી હતી. તેમણે કહ્યું કે પહેલી કમાણીએ ખુશીની સાથે આ પહેલને આગળ ધપાવવા માટેનો આત્મવિશ્વાસ આપ્યો હતો.