Economic timesના અહેવાલ મુજબ, ત્યારબાદ સિંહની આરપી એન્ટરપ્રાઈઝે કેન્ટ આરો સિસ્ટમ માટે આર એન્ડ ડી કર્યુ અને તેના માટે કામ કરવાનું શરૂ કર્યુ. પછી તેઓ કેન્ટ માટે કામ કરવા લાગ્યા. સિંહની કંપનીના બિઝનેસની વાર્ષિક વૃદ્ધિ 20 ટકાની નજીક છે. વર્ષ 2004ના ઓક્ટોબર મહિનામાં કેન્ટ માટે કામ કરવાનું શરૂ કર્યુ. આજે સિંહની કંપની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓને કમ્પોનેન્ટની સપ્લાય કરે છે.
પોતાનું કામ શરૂ કરવા પહેલા સિંગ ઈનાલસામાં 10 વર્ષ સુધી કામ કરી રહ્યા હતા. દિલ્હી સરકારના પૂર નિયંત્રણ વિભાગમાં ડોઢ વર્ષ નોકરી કર્યા પછી સિંહે પ્રાઈવેટ નોકરી કરવાનું નક્કી કર્યું. સિંહે નોકરી છોડવા વિશે કહ્યું, ‘દિવસભર બેકાર બેસી રહીને ટાઈસ પાસ કર્યા કરતા પોતાના માટે કંઈ કરવું હતું.’ સિંહે આ વચ્ચે ત્રણ-ચાર વર્ષ સુધી ગોલ્ડી નામના રમકડા માટે માર્કેટિંગનું કામકાજ કરતા હતા.
આ સાથે જ સીએસસી ગ્લોબલ, લિવપ્યોર, જીનસ પાવર, હેવેલ્સની સાથે ઉપેન્દ્ર સિંહની કંપની ઘણી અન્ય કંપનીઓ માટે કામ કરે છે. ઈન્ઝેક્શન મોલ્ડિંગની સાથે સિંહની કંપની આર પી એન્ટપ્રાઈઝ પ્લાસ્ટિક મોલ્ડિંગ કમ્પોનેન્ટ બનાવવામાં પણ અગ્રેસર છે. આ સાથે જ પ્લાસ્ટિક મોલ્ડિંગ ડાઈ અને ઔદ્યોગિકી બનાવટી ઘટકોની બનાવટ કરે છે.