જો તમે પણ તમારા કામથી કંટાળી ગયા છો અને કંઈક અલગ કરવાનું વિચારી રહ્યો છો તો અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ બિઝનેસથી તમે નોકરીની સાથે એકસ્ટ્રા કમાણી કરી શકશો. આ બિઝનેસમાં તમે ઓછા ખર્ચે ત્રણ ગણો નફો મેળવી શકો છો. આ બિઝનેસની ખાસ વાત એ છે કે, તમને તેના માટે વધારે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે માત્ર 25થી 30 હજાર રૂપિયાના ખર્ચે આ બિઝનેસ શરૂ કરી શકો છો.
મોતીની ખેતી કરવા માટે એક તળાવની જરૂર હોય છે. જ્યાં મોતી બનાવવામાં આવે છે. આ ઉપરાંત આ બિઝનેસ માટે ટ્રેનિંગની પણ જરૂર હોતી નથી. આમાં કુલ મળીને તમને ત્રણ વસ્તુઓની જરૂર હોય છે. જો તમે ઈચ્છો તો પોતાના ખર્ચે તળાવ બનાવી શકો છો કે પછી સરકારની મદદથી પણ લઈ શકો છો. સરકાર તેના માટે 50 ટકાથી વધારેની સબસિડી આપે છે. તમે તેનો લાભ લઈ શકો છો.
સીપ ભારતના ઘણા રાજ્યોમાં મળે છે. પરંતુ દક્ષિણ ભારત અને બિહારના દરભંગામાં સારી ક્વાલિટીની સીપ મળે છે. જો તમે આ બિઝનેસ માટે ટ્રેનિંગ મેળવવા માંગો છો, તો તમે મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની ટ્રેનિંગ લઈ શકો છો. જાણકારી અનુસાર, મધ્યપ્રદેશના હોસંદાબાદ અને મુંબઈમાં મોતીની ખેતી માટે ટ્રેનિંગ આપવામાં આવે છે
આ ખેતી માટે સૌથી પહેલા સીપોન એક જાળમાં બાંધીને 10-15 દિવસો માટે તળાવમાં નાખી દેવામાં આવે છે. જેથી તે પોતાના પ્રમાણે તેમનું પોતાનું વાતાવરણ બનાવી શકે. ત્યારબાદ તેને બહાર નીકાળીને તેમની સર્જરી કરવામાં આવે છે. સર્જરી એટલે કે સીપની અંદર એક કણ કે ઘાટ નાખવામાં આવે છે. આ જ ઘાટા પર કોટિંગ કર્યા પછી, સીપ નાખવામાં આવે છે, જે આગળ જઈને મોતી બને છે.