નવી દિલ્હીઃ બહુ જ ઓછા રૂપિયાનું રોકાણ કરીને મોટી કમાણી કરવાનો આઈડિયા તમારા દિમાગમાં પણ આવતો હશે. જો તમે તેને સાકાર કરવા માંગો છો, તો આજે અમે તમને એક જોરદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસથી તમે કેટલાક મહિનામાં જ લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જે બિઝનેસ આઈડિયાની અમે વાત કરી રહ્યા છીએ, તે કાકડીની ખેતીનો બિઝનેસ છે. આ એક એવો બિઝનેસ છે, જેમાં ઓછા ખર્ચે મોટી કમાણી શક્ય છે. ઉત્તર પ્રદેશના એક ખેડૂત તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. જેમણે કાકડીની ખેતીથી 4 મહિનામાં 8 લાખ રૂપિયાની મોટી કમાણી કરી છે.
કેટલા દિવસમાં પાક તૈયાર થશે? - તમે તમારા ગામથી લઈને શહેર સુધી ગમે ત્યાં તેની ખેતી કરી શકો છો. આ દિવસોમાં કાકડીની બહુ જ માંગ છે. કાકડી વગર તો સલાડ પણ અધૂંરુ છે. કાકડીનો પાક 60થી 80 દિવસોમાં તૈયાર થઈ જાય છે. ગરમીને કાકડીની સિઝન માનવામાં આવે છે, એવામાં આ સિઝનમાં કાકડીની જબરદસ્ત માંગ છે. કાકડીની ખેતી માટે જમીનનો PH 5.5થી 6.8 સુધી સારો માનવામાં આવે છે. તેને નદીઓ અને તળાવોના કિનારે પણ ઉગાડી શકાય છે.
સરકાર પાસેથી સબસિડી લઈે પણ શરૂ કરી શકાય છે ખેતી - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઉત્તરપ્રદેશના એક ખેડૂતે કાકડીની ખેતીનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી. કાકડીની ખેતી માટે તેમણે નેધરલેન્ડની કાકડીની વાવણી કરી હતી. આ કાકડીની ખાસ વાત એ છે કે, આમાં બી હોતા નથી. જો કે, મોટી મોટી હોટલો અને રેસ્ટોરન્ટમાં તેની માંગ વધારે રહી. ખેડૂકો આ કાકડીની કેતી શરૂ કરવા માટે સરકાર પાસેથી 18 લાખ રૂપિયાની સબસિડી લીધી અને ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું.