બજારમાં પૂરા વર્ષ દરમિયાન દરેક પ્રકારની શાકભાજી મળી રહે છે. પંરતુ કેટલીક શાકભાજીઓ સિઝન પ્રમાણે મળે છે. તેને વિશેષ સમયમાં ઉગાડવામાં આવે છે. આમ તો શિયાળાની ઋતુમાં અન્ય સિઝનની સરખામણીમાં શાકભાજીની વધારે પ્રકારની વેરાયટી ઉપલબ્ધ હોય છે. આ જ સમય છે જ્યારે લોકો પૂરી રીતે ખોરાક પર ધ્યાન આપે છે. એટલા માટે શાકભાજીની માંગ પણ વધારે રહે છે.
પાલકની ખેતી - પાલક શિયાળાની સિઝનમાં ઉગાડવામાં આવતો પાક છે. પરંતુ તેના માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરીને કોઈ પણ સિઝનમાં તેની ખેતી કરી શકાય છે. શિયાળામાં તેની ઉપજ બાકી ઋતુઓની સરખામણીમાં ઘણી વધી જાય છે. પાલકની અદ્યતન જાતોમાં પંજાબ ગ્રીન તેમજ પંજાબ સિલેક્શનને ઉચ્ચ ઉપજ આપતી જાતો ગણવામાં આવે છે. તેના ખેતી કરીને તમે એક છોડના પાન કાપીને વેચી શકો છો. શિયાળામાં તે તૈયાર થવા માટે વધારે સમય પણ લેતી નથી. જ્યારે બજારમાં તેની માંગ ઘણી વધારે હોય છે, જેનાથી તમે સારો નફો કમાઈ શકો છો.
સરસવની ખેતી - સરસવની ખેતી કરીને તમને 2 ફાયદાઓ એકસાથે મળે છે. આ પાકને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ તમે તેને વેચીને રૂપિયા કમાઈ શકો છો. જ્યારે શિયાળામાં લીલોતરી માટે સરસવના પાંદડાઓની માંગ પણ ઘણી વધારે રહે છે. સરસવની ઉચ્ચ ઉપજ જાતમાં ક્રાંતિ, માયા, વરુણા વગેરે મુખ્ય છે. પિયતવાળા વિસ્તારોમાં સરસવના પાકની વાવણી માટે હેક્ટર દીઠ 5થી 6 કિલોગ્રામ બિયારણનો ઉપયોગ થાય છે.
રીંગણની ખેતી - રીંગળના છોડ પહેલા નર્સરીમાં તૈયાર કરવામાં આવતા હતા, પછી તેને ડાંગરની જેમ જ વાવણી કરવામાં આવે છે. તમે આ છોડ ઘર પર પણ તૈયાર કરી શકો છો પરંતુ તેના માટે પહેલાથી જ તૈયારી કરવી પડે છે. રીંગણના છોડ જ્યારે 4-5 સપ્તાહના થઈ જાય છે ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે. તેને ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે છોડની વચ્ચે અંતરનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. તેને ઓછામાં ઓછા એકથી ડોઢ ફૂટના અંતર પર લગાવવા જોઈએ. એક લાઈનમાં છોડ લગાવવા પર તમને રીંગણ તોડવામાં સરળતા રહે છે, એટલા માટે તે વાતનું પણ ધ્યાન રાખો. પૂસી પર્પલ લોં, પૂસી પર્પલ ક્લસ્ટર, પૂજા ક્રાંતિ, મુક્તકેશી અન્નામલાઈ, બનારસ જેટ વગેરે જેની ઉચ્ચ જાતિઓ માનવામાં આવે છે.
<br />મેથીની ખેતી - સરસવની જેમ મેથીની ખેતી પણ તમને બમણો ફાયદો કરાવી શકે છે. તેની ખેતી કરવી બહુ જ સરળ છે. એકવાર પાકની વાવણી થઈ ગયા પછી નિયમિચ સિંચાઈ કરવી પડે છે. વાવણી થયાના 25-30 દિવસ પછી પાંદડા લીલોતરી માટે તૈયાર થઈ જાય છે. તેને તમે કાપીને વેચી શકો છો. સિંચાઈ પછી ફરીથી છોડમાં નવા પાંદડાઓ આવી જાય છે. આ રીતે તમે જ્યારસુધી પાંદડા લીલોતરી માટે યોગ્ય રહે છે, ત્યારસુધી તેની લણણી કરી શકાય છે. તેના પર ફૂલ આવવાથી થોડા સમય સુધી તેની લણણી ન કરીને સિંચાઈ કરવા પર મેથીના દાણાનો પાક પણ તૈયાર થઈ જાય છે. આયુર્વેદ ગુણોના કારણે બજારમાં મેથીના પાંદડા અને મેથીના દાણાની બહુ જ માંગ રહે છે.