નવી દિલ્હી : જો તમે સોનામાં રોકાણ (gold Investment) કરવાની ઇચ્છા ધરાવતા હોવ તો મોંઘવારીના આ સમયમાં એક વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. સોનાનો ભાવ (Gold Price) છેલ્લા દોઢ વર્ષેથી આસમાનની ઉંચાઈએ છે ત્યારે વૈકલ્પિક રીતે ડિજિટલ સોનું ખરીદી અને સુરક્ષિત રોકાણ કરી શકાય છે. સરકારના ડિજિટલ ગોલ્ડની સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમ (Sovereign Gold Bond Scheme) અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) 30મી ઓગસ્ટથી સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આવતીકાલથી શરૂ થનારી આ પ્રક્રિયા શું છે, ગોલ્ડ બૉન્ડ સ્કિમ શું છે તેના વિશે વિગતવારે જાણો
હકિકતમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે કે સરકારે સોનાના બૉન્ડની આગામી સ્કિમ માટે 4,732 રૂપિયા પ્રતિ 1 ગ્રામ ભાવ જાહેર કર્યો છે. આ બૉન્ડ ખરીદવા માટેની એપ્લિકેશન 30મી ઓગસ્ટથી પાંચ દિવસ માટે ખુલશે. સરકારી સોનાની યોજના 2021-22ની શ્રૃંખલા માટેની એપ્લીકેશન 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. પ્રતીકાત્મક તસવીર
અગાઉ આ સ્કિમ અંતર્ગત સરકારે મે 2021થી સપ્ટેમ્બર 2021ની વચ્ચે છ હપ્તામાં સરકારી બૉન્ડ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈ, ભારત સરકાર દ્વારા બૉન્ડ જાહેર કરી છે અને આ બૉન્ડનું વેચાણ બેન્ક, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ, પસંદ કરાયેલા પોસ્ટ ઑફિસ, શેર બજાર અને નેશનલ સ્ટૉક્સ ઑફ ઇન્ડિયા લિમિટેડ તથા બીએસઈના માધ્યમથી થશે.
શુક્રવાર સવારે સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળી હતી. ખુલતી બજારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) સવારે 9:28 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price Today) 0.34 ટકાના ઉછાળા સાથે એટલે કે 161 રૂપિયાના વધારા સાથે 47,398 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ ઉપરાંત, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો.