નવી દિલ્હીઃ આ વખતે દિવાળી (Diwali 2020) પહેલા કેન્દ્ર સરકાર આપને સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. 9 નવેમ્બર એટલે કે આજથી સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમે રોકાણ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) સ્કીમની આઠમી સીરીઝ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે RBIએ સોનાનો ભાવ 5,177 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડને આરબીઆઈ દ્વારા સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)
9 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તક - આપની પાસે 9 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તેને ખરીદવાની તક છે. આ ઉપરાંત તેની સેટલમેન્ટ તારીખ 18 નવેમ્બર છે. સોવરેન ગોલ્ડ બોન્ડનો ઇસ્યૂ પ્રાઇઝ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જો કોઈ રોકાણકાર ઓનલાઇન ખરીદી કરે છે તો તેને દર ગ્રામે 50 રૂપિયાની છૂટ વધારાની મળશે. ડિજિટલ ખરીદી કરનારા રોકાણકારો માટે પ્રતિ ગ્રામ સોનાનો ભાવ 5127 રૂપિયા રહેશે. (પ્રતીકાત્મક તસવીર)
વાર્ષિક 2.5 ટકા વ્યાજનો પણ લાભ - ગોલ્ડ બોન્ડ પર વાર્ષિક 2.50 ટકાના દરથી વ્યાજ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સૌથી ખાસ વાત એ છે કે તેના સ્ટોરેજની ચિંતા નહીં કરવી પડે. તેને ડીમેટમાં રાખતાં કોઈ જીએસટી પણ નહીં આપવો પડે. જો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેન્સ ટેક્સ બને છે તો ત ની પર છૂટ મળશે. ગોલ્ડ બોન્ડ પર મળનારો આ વિશેષ લાભ છે. (પ્રતીકાત્મક તસવીર)
સ્કીમ ક્યારે લૉન્ચ થઈ હતી? - સરકારે વર્ષ 2015માં Sovereign Gold Bond સ્કીમને લૉન્ચ કરી હતી જેથી ફિઝિકલ ગોલ્ડની માંગને ઓછી કરી શકાય. આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ 2019-2020 મુજબ, Sovereign Gold Bondના 37 ભાગના માધ્યમથી કુલ 9652.78 કરોડ રૂપિયાના કિંમતનું 30.98 ટન સોનું ઇસ્યૂ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)
RBI તરફથી ઇસ્યૂ કરવામાં આવે છે - Sovereign Gold Bondને આરબીઆઇ દ્વારા સરકાર તરફથી ઇસ્યૂ કરવામાં આવે છે. આરબીઆઇએ ગોલ્ડ બોન્ડ હેઠળ સોનાનો ભાવ ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પબ્લિશ થનારા સરેરાશ ક્લોઝિંગ પ્રાઇઝના આધાર પર નક્કી કરી છે. તે 999 શુદ્ધતાવાળા સોના માટે છે. (પ્રતીકાત્મક તસવીર)