

ગોલ્ડ બોન્ડની ચાલુ નાણાકીય વર્ષની પાંચમી સિરીઝ આજે 7 ઓગસ્ટે ખતમ થઈ રહી છે. તેનો મતલબ આ સ્કીમમાં પૈસા લગાવવા માટે આજે છેલ્લો દિવસ છે. RBIએ સોવરેન સ્વર્ણ બોન્ડની ઈશ્યુ પ્રાઈઝ 5334 પ્રતિગ્રામ નક્કી કરી છે. એટલે કે તમે આ બાવે સોનું ખરીદી શકો છો. આ બોન્ડ માટે ઓનલાઈન એપ્લાય કરનાર અને ચૂકવણી કરનારને પ્રતિ ગ્રામના હિસાબે 50 રૂપિયાીન છૂટ મળશે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈસ્યુ પ્રાઈસ 5284 પ્રતિગ્રામ રહી જશે. સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 સીરિઝ-5 (Sovereign Gold Bond Scheme 2020-21-Series V)નું સબ્સક્રિપ્શન 3 ઓગસ્ટે ખોલવામાં આવ્યું હતું.


ગોલ્ડ બોન્ડનો પાંચમો હપ્તો એવા સમયમાં સબ્સક્રિપ્શન માટે ખુલી રહી, જ્યારે આ વર્ષે સોનાના ભાવમાં 37 ટકા વધારો જોવા મળ્યો છે અને સોનાની કિંમત 54000 પ્રતિ 10 ગ્રામ આસપાસ પહોંચી ગઈ છે.


કેવી રીતે મળે છે - આરબીઆઈ આ બોન્ડ ભારત સરકાર તરફથી જાહેર કરે છે. આરબીઆઈ અનુસાર, બોન્ડની કિંમત 99.9 શુદ્ધતાવાળા સોના માટે છેલ્લા ત્રણ કારોબારી દિવસમાં સાધારણ એવરેજ બંધ ભાવ (ઈન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા પ્રકાશિ) મૂલ્ય પર આધારિત છે.


આટલું ખરીદી શકો છો સોનું - સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સોનું ખરીદવાના કેટલાક નિયમ છે. આ સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ એક કારોબારી વર્ષમાં વધારેમાં વધારે 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ બોન્ડમાં ન્યૂનત્તમ રોકાણ એક ગ્રામ છે. આના રોકાણકારોને ટેક્સમાં પણ છૂટ મળે છે. રોકાણકાર સ્કીમ દ્વારા બેન્કમાંથી લોન પણ લઈ શકે છે.


2.5 ટકા રિટર્નની ગેરન્ટી - ગોલ્ડ બોન્ડમાં સોનામાં આવતી તેજીનો તો ફાયદો મળે જ છે. તેના પર 2.5 ટકા વ્યાજ પણ મળે છે. વ્યાજ રોકાણકારના બેન્ક ખાતામાં દર 6 મહિને જમા કરવામાં આવે છે. અંતિમ વ્યાજ મૂળધન સાથે મેચ્યોરિટી પર આપવામાં આવે છે. મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે, પરંતુ 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષનો પણ વિક્લપ રહે છે. જો સોનાનું બજારમાં મૂલ્ય ઘટે છે તો કેપિટલ લોસનો ખતરો પણ રહે છે.


ગોલ્ડ બોન્ડ સ્કીમ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાત - ગોલ્ડ બોન્ડની આ સીરિઝને ઈશ્યુ કરવાની કારીખ 11 ઓગસ્ટ, 2020 હશે. ગોલ્ડ બોન્ડનો સમયગાળો 8 વર્ષનો હોય છે. તેમાં પાંચમા વર્ષ બાદ તમારી પાસે એક્ઝિટનો વિકલ્પ હોય છે. ગોલ્ડ બોન્ડ્સનું વેચાણ બેન્કો, નક્કી કરેલ પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ અને સ્ટોક એક્સચેન્જ દ્વારા સીધી રીતે અથવા તેમના એજન્ટ દ્વારા થાય છે. કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછો 1 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે.