નવી દિલ્હી. જો તમે પણ સસ્તામાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપની પાસે સારી તક છે. સરકારની સોવેરન ગોલ્ડ સ્કીમ (Sovereign Gold Bond) ફરી એક વાર રોકાણકારો માટે ઓપન થઈ ગઈ છે. આ સ્કીમમા; તમે આજથી એટલે કે 1 માર્ચથી 5 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. ગોલ્ડ બોન્ડ માટે આ વખતે સરકારે ઇશ્યૂ પ્રાઇસ 4,662 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 46,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કર્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
ક્યાંથી ખરીદી શકો છો ગોલ્ડ બોન્ડ? - સોવેરન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે આપની પાસે PAN કાર્ડ હોવું જરૂરી છે. રોકાણકારો આ બોન્ડ ઓનલાઇન પણ ખરીદી શકે છે. આ ઉપરાંત બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પસંદગીની પોસ્ટ ઓફિસો અને NSE તથા BSE જેવા સ્ટોક એક્સચેન્જથી તમે તેની ખરીદી કરી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)
કેટલું ખરીદી શકો છો ગોલ્ડ? - સોવેરન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિ મહત્તમ 400 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. બીજી તરફ લઘુત્તમ રોકાણ એક ગ્રામનું હોવું જરૂરી છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમે ટેક્સ બચાવી શકો છો. બોન્ડના ટ્રસ્ટી વ્યક્તિઓ, HUF, ટ્રસ્ટ, વિશ્વવિદ્યાલયો અને ધાર્મિક સંસ્થાનોને વેચાણ માટે પ્રતિબંધંતિ કરવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)
જાણો શું છે સોવેરન ગોલ્ડ બોન્ડ? ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને ફિજિકલ રીતે સોનું નથી મળતું. તે ફિઝિકલ ગોલ્ડની તુલનામાં ઘણું સુરક્ષિત રહે છે. તેની પર ત્રણ વર્ષ બાદ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે. બીજી તરફ, આ તેનો લોન માટે ઉપયોગ કરી શકાય છે. જો વાત રિડપ્શનની કરીએ તો પાંચ વર્ષ બાદ ક્યારે પણ તેને વેચી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)
ભાવ કેવી રીતે નક્કી થાય છે? – નોંધનીય છે કે, અરજ કરનાર ઓછામાં ઓછું એક ગ્રામ અન તેના મલ્ટીપલમાં સોનું ખરીદી શકે છે. બોન્ડનો ભાવ ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિ. (IBJA) દ્વારા આપવામાં આવેલી 999 શુદ્ધતાવાળા ગોલ્ડના સરેસાર ક્લોઝિંગ પ્રાઇઝના આધાર પર નક્કી કરવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર)