Home » photogallery » બિઝનેસ » ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

Sovereign Gold Bond Scheme : જો તમે સોનામાં વિશ્વસનીય અને સસ્તું રોકાણ કરવા માંગતા હોવ તો સરકારની એક યોજના છે તેના વિશે જાણો કાલે 9 ઑગસ્ટથી 13 ઑગસ્ટ સુધી

विज्ञापन

  • 16

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

    નવી દિલ્હી : જો તમે સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો તમારા માટે સારી તક છે. સરકાર તમને સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. સરકાર 9-13 ઑગસ્ટ દરમિયાન સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ (Sovereign Gold Bond Scheme 2021-22 – Series V)ની પાંચમી સીરિઝનું વેચાણ શરૂ કરવા માટે જઈ રહી છે. અહીંયા પાંચ દિવસ સુધી તમારી પાસે બજાર કરતાં ઓછા ભાવે સોનામાં રોકાણ કરવાની તક છે.

    MORE
    GALLERIES

  • 26

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

    આવતીકાલે સોમવારે 9મી ઑગસ્ટથી લઈને 13 ઑગસ્ટ સુધી આ યોજના અમલમાં રહેશે. આ યોજના હેઠળ પાંચમી સીરીઝમાં સરકાર વેચાણ કરી રહી છે. સરકારના સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કિમ હેઠળ 4,790 રૂપિયા પ્રતિ ગ્રામ સોનું વેચવામાં આવશે. આ સોનું આરબીઆઈ દ્વારા બોન્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 36

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

    આરબીઆઈના જણાવ્યા મુજબ અગાઉની જેમ આ વખતે પણ આ સોનામાં ઓનલાઇન ખરીદી કરનારા ગ્રાહકોને પર તોલ 50 રૂપિયાની છૂટ આપવામાં આવશે એટલે કે જે ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરશે તેમને આ સોનાની કિંમત 4,740 રૂપિયા પ્રતિ તોલાના ભાવે આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 46

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

    સરકારના મંત્રાલયના જણાવ્યા મુજબ આ બૉન્ડ તમામ બેન્ક, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (SHCIL)પોસ્ટ ઓફિસ, માન્યતા પ્રાપ્ત સ્ટૉક એક્સચેન્જ (Stock Exchanges) NSE અને BSEના માધ્યમથી વેચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાં આ બોન્ડનું વેચાણ થતું નથી.

    MORE
    GALLERIES

  • 56

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

    સોવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમમાં એક વર્ષમાં એક વ્યક્તિ વધુમાં વધુ 4 કિલોગ્રામ બૉન્ડ ખરીદી કરી શકાય છે. જ્યારે મિનિમમ 1 ગ્રામની મર્યાગદા છે. જ્યારે ટ્રસ્ટ કે કોઈ સંસ્થા આ બૉન્ડમાં રોકાણ કરવા માંગે તો 20 કિલોગ્રામ જેટલું બૉન્ડ ખરીદી કરી શકે છે. આ બૉન્ડની કિંમત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)દ્વારા આપવામાં આવતી 999 ગ્રામ શુદ્ધતા વાળા ગોલ્ડની ક્લોઝિંગ પ્રાઇઝના આધારે નક્કી કરવામાં આવે છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 66

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, જાણો ક્યાં અને કેવી રીતે કરશો રોકાણ

    સૉવરેન ગોલ્ડ બૉન્ડ એક સરકારી બૉન્ડ સ્કિમ છે જે ડીમેટમાં પરિવર્તિત કરી શકાય છે. તેની કિંમત રૂપિયા અથવા ડૉલરમાં હોતી નથી પરંતુ સોનાના વજન પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જેમ કે જો તમારો બૉન્ડ 5 ગ્રામ વજનનો હોય તો પાંચ ગ્રામ સોનાની જેટલી કિંમત હોય એટલી કિંમત તમારા બૉન્ડની થશે. આ બૉન્ડ આરબીઆઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે સરકાર દ્વારા સૉવરેન ગોલ્ડ બૉન્ડ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES