Home » photogallery » બિઝનેસ » ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

સોનાની ખરીદી અથવા રોકાણ કરવા માંગતા લોકો માટે સારા સમાચાર, 12-16 જુલાઈ દરમિયાન છે મોટી તક

विज्ञापन

  • 14

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

    નવી દિલ્હી : સોનાની (Gold) ખરીદી કરવા માંગતા લોકો માટે ખુશખબર છે. તમે સસ્તા ભાવે (Gold Price) સોનામાં રોકાણ કરી શકો છો સસ્તા સોનાની ખરીદી કરી શકો છો. સરકાર આવતીકાલે 12મી જુલાઈએ રથયાત્રાના શુભઅવસરથી આ તક આપી રહી છે. હકિકતમાં આવતીકાલથી સરરકાર સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ 20211-22ની ( Sovereign Gold Bond Scheme 2021-22 – Series IV) ચોથી સીરીઝ શરૂ કરવા જઈ રહી છે. આ વેચાણ 12-16 જુલાઈ દરમિયાન શરૂ રહેશે. આરબીઆઈ દ્વારા આ સીરીઝમાં પ્રતિગ્રામ ગોલ્ડની કિંમત 4,807 રૂપિયા બહાર પાડવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે Sovereign Gold Bond યોજના આરબીઆઈ દ્વારા સરકાર વતી બહાર પાડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 24

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

    સૉવરેન ગોલ્ડ બૉન્ડ 201-22નો ( Sovereign Gold Bond Scheme 2021-22 – Series IV) ચોથો હપ્તો પાંચ દિવસ માટે ખોલવામાં આવી રહ્યો છે. આરબીઆઈના મતે બૉન્ડ માટે જો તમે ઑનલાઇન એપ્લિકેશન ખરીદો તો પ્રતિગ્રામ રૂપિયા 50 રૂપિયાની છૂટ પણ ળશે. એટલે કે ઑનલાઇન ખરીદી કરનારા લોકો માટે 4,575 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમત નક્કી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 34

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

    મંત્રાલયના જણાવ્યા મુજબ સૉવરેન ગોલ્ડ બૉન્ડ ( Sovereign Gold Bond Scheme 2021-22 – Series IV) તમામ બેંક, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, પોસ્ટ ઑફિસ, માન્યતા પ્રાપ્ત સ્ટૉક એક્સચેન્જના માધ્યમથી વેચવામાં આવશે. કોઈ પણ પ્રકારની સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં આ બોન્ડ સ્કિમનું વેચાણ કરવામાં આવતું નથી.

    MORE
    GALLERIES

  • 44

    ખુશખબર! સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક, રથયાત્રાના અવસરથી કરી શકાશે ખરીદી

    સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં ( Sovereign Gold Bond Scheme 2021-22 – Series IV) એક નાણાકીય વર્ષ દરમિયાન એક વ્યક્તિ વધુમાં વધુ 4 કિલો સોનાની ખરીદી કરી શકે છે. જ્યારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું આવશ્યક છે. જ્યારે ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો ગ્રામ સુધી બૉન્ડ ખરીદી શકે છે.

    MORE
    GALLERIES