નવી દિલ્હી : જો તમે સોનાની બજારની (Gold Price) તેજીથી ત્રસ્ત છો અને સોનામાં રોકાણ કરી નથી શકતા તો કેન્દ્ર સરકારની એક યોજના મુજબ તમે સસ્તા સોનામાં રોકાણ (Gold Investment) કરી શકો છો. કેન્દ્રની મોદી સરકાર આવતીકાલે 17મી મેથી તમને સસ્તુ સોનું ખરીદવાની તક આપી રહી છે. હકિતતમાં સરકાર વર્ષ 2021-22ની સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમની (Sovereign Gold Bond 2021-22) પ્રથમ સીરિઝ શરૂ કરવા જઈ રહી છે.
સરકારે આ સીરિઝના રોકાણકારો માટે સોનાની કિંમતો પણ (sovereign gold bond 2021 22 series 1) જાહેર કરી રહી છે. આ સ્કિમ અંતર્ગત મે મહિનાની 17-21 તારીખ દરમિયાન વેચાણ થશે અને સેટલમેન્ટ તારીખ 25મી મે રાખવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે સૉવરેન ગૉલ્ડ બૉન્ડ સ્કિમ મેથી સપ્ટેમ્બરની વચ્ચે 6 સીરિઝમાં બહાર પાડવામં આવશએ. જેની શરૂઆત 17મી મેથી શરૂ કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
મંત્રાલય મુજબ આ ગોલ્ડ બૉન્ડ (Gold Bond) તમામ બેન્ક, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, પોસ્ટ ઑફિસ, માન્યતા પ્પાપ્ત સ્ટૉક એક્સચેન્જ, એનએસઈ, બીએસઈના માધ્યમથી વેચવામાં આવશે. આ સ્કિમમાં એક હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ, અને વધુમાં વધુ ચાર કીલો સોનાનું રોકાણ કરી શકે છે. ફાઇલ તસવીર.
સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કિમ સરકારી બૉન્ડ સ્કિમ છે. જે ડિમેટમાં પરિવર્તન કરવામાં આવે છે. આની કિંમત ડૉલરમાં નક્કી થતી નથી પરંતુ સોનાના વજનના આધારે થાય છે. જો બૉન્ડ પાંચ ગ્રામનું હોય તો પાંચ ગ્રામ વજન સોનાની કિંમતમાં આંકવામાં આવે છે. આ બૉન્ડ આરબીઆઈ અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે જેની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2015માં કરી હતી.