IANSના રિપોર્ટ મુજબ, તેમની તપાસમાં જાણવા મળ્યુ્ર કે આ તમામ ખેલ ઉત્તર પ્રદેશ ખાણ-ખનીજ વિભાગ અને સોનભદ્રના કલેક્ટરની વચ્ચે થયેલો પત્ર વ્યવહાર લીક થયા બાદ શરૂ થયો. એજન્સીએ પોતાના રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના માઇનિંગ ડાયરેક્ટર દ્વારા 31 જાન્યુઆરી 2020ના લખેલા પત્રનો હવાલો આપ્યો. રિપોર્ટ મુજબ, તેમાં સોનભદ્ર જિલ્લાના સોના પહાડી બ્લોકમાં કુલ 2943.26 ટન અને હરદી બ્લોકમાં 646.15 કિલોગ્રામ સોનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રકારનો આ પત્ર બતાવે છે કે સોનભદ્ર જિલ્લાના બે બ્લોકમાં લગભગ ત્રણ હજાર ટન સોનું હોવાનું શક્યતા છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જીએસઆઈ ઉત્તર ક્ષેત્રના લખનઉ તરફથી ખનીજોની હજારીના રિપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખનીજોના બ્લોકની હજારી પહેલા ભૂમિનું માર્કિંગ કરવામાં આવે છે. સોનું કાઢવા માટે આ પત્રમાં સાત સભ્યોની ટીમની રચના પણ કરવામાં આવી છે. પત્રમાં સોનભદ્રના જિલ્લાધિકારી (કલેક્ટર) તરફથી આ સંબંધમાં 20 જાન્યુઆરીએ પત્ર વ્યવહાર કરવાની પણ જાણકારી આપવાામં આવી છે.