મોદી સકાર જુલાઇથી સ્પટેમ્બર મહિનાનાં ત્રી માસીક માટે PPF, NSC અને સુકન્યા યોજનાનાં વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. CNBC અવાઝનાં સૂત્રો મુજબ, આ અંગે સરકાર તરફથી ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. સોર્સિસની માનીયે તો, વ્યાજ દર બોન્ડ્સનાં રિટર્ન્સ પર આધારિત હોય છે. બોન્ડ્સમાં હાલમાં રિટર્ન ઓછુ મળી રહ્યું છે જેને કારણે PPF, NSC અને સુકન્યા યોજનાનાં વ્યાજદરમાં ઘટાડો થાય તેવી સંભાવના છે.
સાથે જ, બેંકનું કહેવું છે કે, સ્મોલ સેવિંગ યોજનામાં છેલ્લા ઘણાં સમયથી કોઇ જ દર ઓછો થયો નથી તેથી તેમનાં પર પણ દર ઘટાડવાનું દબાણ છે. જોકે દેવાની રકમમાં કોઇ ઘટાડો નહીં થાય. સ્મોલ સેવિંગ પર દર ત્રણ માસનાં વ્યાજ દર નક્કી થાય છે. જે સરકાર પર નિર્ભર હોય છે. તે ક્યારે આમાં બદલાવ ઇચ્છે ત્યારે કરી શકે છે. આપને જણાવી દઇએ કે, જરૂરી નથી કે સરકાર દર ત્રણ મહિને આ દરમાં બદલાવ કરે.